ઝાલાવાડ પંથકની ક્રાઈમ ડાયરી

16 September 2023 01:07 PM
Surendaranagar Crime
  • ઝાલાવાડ પંથકની ક્રાઈમ ડાયરી

(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.16

વઢવાણ શિયાણીની પોળ બહારથી જયેશ મનસુખભાઈ છાત્રોટીયાને રૂ.700 ના 35 લીટર દેશીદારૂ સાથે એલસીબીએ ઝડપ્યો.મેમકા ગામે ભોગાવાના કાઠે સચીનભાઈ રણછોડભાઈ થળેસાના રૂ. 1600ના 800 લીટર દેશીદારૂ સાથે જપ્ત કર્યા હતા.જ્યારે વઢવાણ ખાંડીપોળ પાસે રોડ પરથી સુનીલભાઈ ભરતભાઈ બારૈયા અને સાગરભાઈ ભરતભાઈ બારૈયા દારૂ પીધેલા ઝડપાયા હતા. જ્યારે બી-ડિવીઝન પોલીસે રંજનબેન રૂપાભાઇ ઠરેસાને રૂ. 200ની કિંમતના 10 લીટર દેશી દારૂ પકડી લીધા હતા.અને ભારતપરા મૂળીવાળા દવાખાના પાસે રોડ પરથી તનવિરભાઈ અહેમદભાઈ જુણેજાને છરી અને રૂ.5000ના મોબાઇલ સાથે પકડી લીધા હતા.

પાટડી તાલુકાના છાત્રોટ ગામેથી ગેરકાયદેસર પાસ પરમીટ વગર સીંગલ બેરલનો લાકડાના હાથાવાળી હાથ બનાવટની મઝરલોડ બંદૂક સાથે માલાજી શિવાજી રણોદરાને ઝબ્બે કરી કાર્યવાહી હાથ ધરી છે. જેમા છાત્રોટ ગામનો માલાજી શિવાજી રણોદરા પોતાના પાસેનીસીંગલ બેરલનો લાકડાના હાથાવાળી હાથ બનાવટની મઝરલોડ બંદૂક કિંમત રૂ. 2500 વાળી હોવાની બાતમીના આધારે એસઓજી પોલીસ આરોપીને ગેરકાયદે બંદૂક સાથે ઝબ્બે કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ દરોડામાં પીએસઆઇ એસ.એમ.જાડેજા સહિતનો એસઓજી સ્ટાફ હાજર હતો

સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ વિસ્તારના એનટીએમ હાઇસ્કૂલ સામે વાણંદની વાડી પાછળ દેશી દારૂનુ વેચાણ થતુ હોવાની બાતમી મળી હતી આથી પોલીસે ટીમ બનાવી પેટ્રોલીંગ હાથ ધર્યુ હતુ. સુરેન્દ્રનગર શહેર વિસ્તારમાં દારૂની બદી વધતા નાબુદ કરવાની સુચના આપી હતી.આથી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે ચેકીંગ હાથ ધર્યુ હતુ. જેમાં વાણંદની વાડી પાછળ આવેલી શેરીમાં રહેણાંક મકાનમાં રેડ કરીને જયદિપ વિનોદભાઇ રોજાસરા નામના વ્યક્તિ ડોલમાં ભરીને દેશીદારૂ વેચતા પકડી પાડયો હતો. વધુ તપાસ કરતા આ વ્યકતિ પાસેથી દારૂની કોથઇીઓ ભરેલી મળી આવતા પોલીસે તેની અટકાયત કરી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement