ઉના,તા.16 : ઊનાના લામધાર ગામના પાટીયા પાસેથી પસાર થતો હાઇવે બાયપાસ પર આવેલ સ્કુલ સામે બાઇક ચાલક યુવાન પડી જતાં માથાના ભાગે ગંભીર ઇજા પહોચતા તેમનું ઘટના સ્થળે મોત નિપજેલ હતું. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ શા.ડેસર ગામે રહેતો મહેશભાઇ દાનાભાઇ કોરડીયા બાઇક નં.જીજે. 32 ક્યુ 0636 પર જતો હોય ત્યારે બાયપાસ રોડ પર આવેલ સ્કુલ સામે બાઇક ઉભી રાખેલ અને અચાનક નીચે જમીન પર પડી જતાં માથાના ભાગે ગંભીર ઇજા પહોચતા યુવાનનું ઘટના સ્થળેજ મોત નિપજ્યુ હતું. જેની જાણ ત્યાથી પસાર થતા લોકો એકત્ર થઇ ગયેલ અને યુવાનના મૃતદેહને ઉના સરકારી હોસ્પીટલે પી એમ અર્થે ખસેડવામાં આવેલ. આ ઘટના અંગે મૃતકના પિતા દાનાભાઇ છગનભાઇ કોરડીયાએ પોલીસમાં જાહેર કરેલ હોય આ બાબતે પોલીસે બનાવ અંગેની આગળની વધુ તપાસ હાથધરી છે.