બોટાદ, તા. 16 : તારીખ :-13/09/2023 ના ગઢડા મહિલા સહાયતા કેન્દ્રમાંથી 181અભયમ મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી જણાવેલ કે એક પીડિત મહિલાના પતિ તેમને ખુબ જ હેરાન કરે છે અને તેમનો દીકરો બીમાર હોય તેથી તાત્કાલિક ઘરે જવા માંગે છે અને પતિ ને સમજાવવા માંગે છે કેસ આવતાની સાથે 181 ટીમના કાઉન્સેલર પરમાર જલ્પાબેન, કોન્સ્ટેબલ ગાબુ એકતાબેન તથા પાયલોટ ઝાલા કુલદીપભાઈ જણાવેલ એડ્રેસ પર પહોંચેલ અને મહિલા સાથે વાતચીત કરતા જણાવેલ કે તેમના લગ્ન ને 17 વર્ષ થયેલ છે અને 5 દીકરી તેમજ 2 દીકરા છે
છ મહિનાથી તેના પતિ ને નશો કરવાની આદત હોય તેથી કેફી દ્રવ્યોનું સેવન કરી મારકૂટ કરતા હતા અને મજૂરી કરવા જાય તો ખોટા વહેમ કરે પોલીસ કાર્યવાહી પણ કરેલ પરંતુ થોડા સમય સુધી વ્યવસ્થિત ચાલતું પણ ફરીથી પતિ દ્વારા હેરાનગતિ થતાં અને ખૂબ જ મારઝૂંડ કરતા કંટાળીને બે દિવસ પહેલા પીડિત મહિલા ઘરેથી કોઈ ને કહ્યા વગર નીકળી ગયેલ અને રાજપરા ખોડીયાર પહોંચેલ જ્યાં આખો દિવસ બેઠેલા જોઈ હોમગાર્ડ એ તેને ભાવનગર સખી વન સ્ટોપ સેન્ટર પર મોકલાવેલ
જ્યાં તેના પતિને બોલાવતા તેણે જણાવેલ કે તેનો નાનો દીકરો બીમાર હોવાથી તે આવશે નહીં આથી મહિલાને ચિંતા થતા ઘરે પરત જવું હતું પરંતુ તેનો પતિ ફરીથી તેને મારશે એવો ડર લાગતા 181 ની મદદ માંગેલ.અભયમ ટીમે પીડિતાના ઘરે જઈ અને પતિ તેમજ સાસુ સાથે વાતચીત કરેલ અને સમજાવવા ના પ્રયત્ન કરેલ અને યોગ્ય સલાહ- સૂચન અને માર્ગદર્શન આપેલ તેમજ ઘરેલુ હિંસા (498)એક્ટ અંગે કાયદાકીય માહિતી આપેલ અને સામાજિક ફરજો અને જવાબદારી અંગે સમજણ આપી
અને મહિલાને સારી રીતે રાખવા જણાવેલ પીડીતા ને આગળ કોઈ કાર્યવાહી કરવી ના હોય અને પતિને પણ પોતાની ભૂલ નો અહેસાસ થતા પતિએ જણાવેલ કે તેઓ પતિ -પત્ની સાથે રહેવા માગે છે અને હવે પસી પત્ની ઉપર કયારેય હાથ નથી ઉપાડે અને સારી રીતે સાચવશે ત્યારબાદ મહિલાને પણ નાના બાળકો હોય અને તે પતિ સાથે રહેવા માંગતા હોય તેથી મહિલાના હસતા ચહેરા સાથે રાજી ખુશીથી પતિ-પત્ની વચ્ચે સુખદ સમાધાન કરાવી એક પરિવાર તૂટતાં બચવેલ છે.