કોડીનારનાં સાંઢણીધાર ગામે ભીડભંજન મંદિરમાં અમરનાથના દર્શન: બરફનું શિવલીંગ બનાવ્યું

16 September 2023 01:30 PM
Veraval
  • કોડીનારનાં સાંઢણીધાર ગામે ભીડભંજન મંદિરમાં અમરનાથના દર્શન: બરફનું શિવલીંગ બનાવ્યું
  • કોડીનારનાં સાંઢણીધાર ગામે ભીડભંજન મંદિરમાં અમરનાથના દર્શન: બરફનું શિવલીંગ બનાવ્યું

7 ફુટ લાંબી બરફની ગુફાનું નિર્માણ: 6600 રૂદ્રાક્ષના પારાનો શણગાર

(દિનેશ જોષી) કોડીનાર,તા.16 : ગીર સોમનાથના કોડીનાર તાલુકાના સાંઢણીધાર ગામે શ્રાવણી અમાસે અદ્દલ અમરનાથ દર્શન યોજાયા.જે બે દિવસ માટે દર્શનાર્થીઓ માટે ખુલ્લા રહેશે. શ્રાવણ મહિના દરમ્યાન ઠેર ઠેર શિવ ભક્તિના દ્રશ્યો જોવા મળે છે.ત્યારે શ્રાવણ માસનાં અંતિમ દિવસે અમાસના દિવસે ઠેર ઠેર ભગવાન શિવશંકર ભોળાનાથની આરાધના માટે વિવિધ આયોજનો પણ થઇ રહ્યા છે.કોડીનાર ના સાંઢણીધાર ગામે આવેલા ભીડ ભંજન મહાદેવના મંદિર ખાતે 16500 કિલો બરફનો ઉપયોગ કરી અમરનાથ દર્શનનું 2 દિવસ નું આયોજન ક2વામાં આવ્યું છે.

7 ફૂટ ઊંચું બરફનું શીવલિંગ તૈયાર કરવામાં આવ્યું છે.જેના દર્શન કરવા ભક્તોની ભીડ ઉમટી પડી શિવભક્તો એ દર્શન કરી ધન્યતા અનુભવી. સાંઢણીધાર ગામના ભીડભંજન મહાદેવ ના મંદિર ખાતે ગામ સમસ્ત દ્વારા 16,540 કિલો બરફ નો ઉપયોગ કરી 40 ફૂટ લાંબી અને 4 ફૂટ પહોળાઈની બરફની ગુફાની અંદર 7 ફૂટની લંબાઈ ની બરફ ની શિવલિંગ તૈયાર કરવામાં આવી છે. સાથો સાથ રૂદ્રાક્ષ ની શિવલિંગ પણ તૈયાર કરવામાં આવી જેની અંદર 6600 જેટલા રૂદ્રાક્ષના પારાનો ઉપયોગ કરી તૈયાર કરવામાં આવી છે.જેના દર્શન કરવા આજુબાજુના 7 ગામના લોકો તેમજ બહાર ગામથી ભક્તજનોની ભીડ જોવા મળી છે.

મંદિરના મહંત અરવિંદ ભારતીબાપુ એ જણાવ્યું હતું કે આ વિશેષ પૂજા અમો ગામ સમસ્ત સાથે મળી ને છેલ્લા 10 વર્ષ થી કરીએ છીએ અને આ ગુફા બનાવવા 3 દિવસ નો સમય લાગે છે.યુવાનો ભારે જહેમત ઉઠાવી આ ઝાંખી તૈયાર કરે છે. ગામના લોકો નો ખૂબ સાથ સહકાર મળે છે. જે લોકો અમરનાથ યાત્રા નથી કરી શકતા તેના માટે અહીં બાબા અમરનાથ ના જ સાક્ષાત દર્શનની અનુભૂતિ થાય છે.ખાસ અહીં પણ જેમ અમરનાથ યાત્રામાં કઠિનાઈ પાર કરી દર્શન કરવા પડે છે. તેવી જ રીતે અહીં પણ 40 ફૂટ બરફની ગુફામાં બરફ પર ચાલી કષ્ટ વેઠી અને બાબાના દર્શન કરવાનો એક અનેરો લ્હાવો છે.તેમ અમદાવાદના દર્શનાથી જગદીપ ભારતીએ જણાવ્યું હતું.


Advertisement
Advertisement
Advertisement