ભારતીય શેરબજાર હવે લાંબાગાળાની તેજીની રેલીમાં પ્રવેશ્યુ હોય તેવા સંકેત છે. શુક્રવારે રેકોર્ડ હાઈ પર બંધ થયું હતું અને સેન્સેકસ 67839 નોંધાયો હતો જે સતત 11માં સેશનમાં સેન્સેકસ વધેલો બંધ થયો હતો. અગાઉ 2007માં આ પ્રકારે સતત વધારો થયો હતો.
જયારે એનએસઈ પણ 20192 નોંધાયો હતો અને તેના કારણે હવે માર્કેટમાં આગામી સમયમાં વધુ ઉંચી સપાટી નોંધાવે તેવા સંકેત છે. ગ્લોબલ માર્કેટમાં એવી આશા છે કે હવે રેટ વધારાની સાઈકલ પુરી થઈ છે. ઉપરાંત ક્રુડ તેલ પણ વધ્યુ છે. જો કે રૂપિયો નબળો પડયો છે.