હાલમાં જ જી.20ની બેઠકમાં કેનેડાના વડાપ્રધાન સહિતનું પ્રતિનિધિમંડળ ભારત આવ્યુ હતું પરંતુ ખાલીસ્તાની સહિતના મુદે કેનેડા જે રીતે ભારત વિરોધી પ્રવૃતિને છાવરે છે તેનાથી બંને દેશો વચ્ચેના સંબંધો તનાવ ભર્યા છે તે વચ્ચે કેનેડાના ટ્રેડ મીનીસ્ટર મેરી એનજીની ભારત મુલાકાત મુલત્વી રાખવામાં આવી છે.
કેનેડીયન વ્યાપાર મંત્રાલયે આ જાહેર કર્યુ હતું. બંને દેશો વચ્ચે વ્યાપાર સમજુતી અગાઉ જ બની શકતી નથી. ભારત અને કેનેડાએ તેના વ્યાપાર મંત્રણા સ્થગીત કરી દીધી છે.