સૌરભ ચંદ્રકરે લગ્નના ખર્ચમાં અંબાણીને પણ ઝાંખા પડયા હતા: 200 કરોડનો ખર્ચ ‘રોકડ’માં કરતા એજન્સીની નજરે ચડયો હતો

16 September 2023 03:12 PM
Entertainment India
  • સૌરભ ચંદ્રકરે લગ્નના ખર્ચમાં અંબાણીને પણ ઝાંખા પડયા હતા: 200 કરોડનો ખર્ચ ‘રોકડ’માં કરતા એજન્સીની નજરે ચડયો હતો
  • સૌરભ ચંદ્રકરે લગ્નના ખર્ચમાં અંબાણીને પણ ઝાંખા પડયા હતા: 200 કરોડનો ખર્ચ ‘રોકડ’માં કરતા એજન્સીની નજરે ચડયો હતો

♦ એનફોર્સમેન્ટની ઝપટે ચડેલા સટ્ટાબાજનો વૈભવ-જાહોજલાલી

♦ લગ્નમાં બોલીવુડ કલાકારો ટાઈગર શ્રોફ, સનીલિયોની, ભાગ્યશ્રી, નુસરત ભરૂચાએ પરફોર્મ કર્યુ હતુ

♦ બોલીવુડ કલાકારો ઉપરાંત છતીસગઢના રાજનેતાઓ-અધિકારીઓ સાથે ધરોબો: તમામની પુછપરછ થવાનો નિર્દેશ

♦ મહાદેવ એપ મારફત સટ્ટાથી આર્થિક સામ્રાજય સર્જયુ હતુ: 417 કરોડનો દલ્લો જપ્ત

નવીદિલ્હી,તા.16
ઓનલાઈન સટ્ટાબાજી પ્લેટફોર્મ મહાદેવ એપ ગ્રુપના પ્રમોટર સૌરભ ચંદ્ર કરે યુએઈમાં પોતાના લગ્નમાં અધધધ 200 કરોડ રૂપિયા પાણીની જેમ હટાવ્યા હોવાની સનસનીએજ વિગતો બહાર આવી છે.આ સટ્ટાબાજના લગ્નમાં બોલિવૂડના કણકારોએ ઠુમકા લગાવ્યા હતા.ચાર્ટર પ્લેનથી સટ્ટાબાજે કલાકારો સગા સંબંધીઓને યુએઈ બોલાવ્યા હતા આવી ગ્રાન્ડ મેરેજ પાર્ટી આપી ગ્રાન્ડ મેરેજ પાર્ટી આપી લક્ષ્મીમિત્તલ અને મૂકેશ અંબાણીને પણ પાછળ રાખી દેનાર સટ્ટાબાજ ચંદ્રકર હવે ઈડીની ઝપટમાં આવ્યો છે અને સટ્ટાબાજના રાયપુર, ભોપાલ, કોલકાતા, અને મુંબઈ સહિત 39 સ્થળો પર દરોડા પાડતા 417 કરોડ રૂપિયાનો ખજાનો જપ્ત થયો છે.

સટ્ટાબાજીના આ મામલામાં છતીસગવના કેટલાક રાજનેતાએ પોલીસ અધિકારીઓ પણ સંડોવાયેલા હોવાનો ઘટસ્ફોટ થયો છે. સટ્ટાબાજની એપનું ટર્ન ઓવર 20 હજાર કરોડ આસપાસનું છે. આ કેસમાં અત્યાર સુધીમાં 15 જેટલા લોકોની ધરપકડ થઈ છે.

ઓનલાઈન સટ્ટાબાજી પ્લેટફોર્મ મહાદેવ બુક એપના પ્રમોટર સૌરભ ચંદ્રકરે ફેબ્રુઆરીમાં સંયુક્ત આરબ અમીરાતમાં લગ્ન કર્યા હતા. આ માટે ત્યાં વૈભવી લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો વીડિયો ભારતીય એજન્સીઓને મળ્યો છે. તે લગ્ન સમારોહમાં બોલિવૂડના ઘણા ગાયકો અને કલાકારોને પરફોર્મ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા અને હવાલા દ્વારા રૂ. 200 કરોડથી વધુની ચૂકવણી કરવામાં આવી હતી.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ (ED) તાજેતરમાં મુંબઈ, ભોપાલ, કોલકાતાના હવાલા ઓપરેટરોની ધરપકડ કરી હતી. કંપની પર દરોડા દરમિયાન સામે આવ્યું કે, ઈવેન્ટ માટેના પૈસા મુંબઈ સ્થિત ઈવેન્ટ ફર્મને મોકલ્યા હતા. સિંગર્સ નેહા કક્કર, સુખવિંદર સિંહ, એક્ટર્સ ભારતી સિંહ અને ભાગ્યશ્રીને તે લગ્નના કાર્યક્રમમાં પરફોર્મ કરવા માટે પૈસા ચૂકવવામાં આવ્યા હતા.

આ ઉપરાંત બોલિવૂડ સાથે સંકળાયેલા ટોચના નામો પણ કલાકારોની યાદીમાં સામેલ છે. સૌરભ ચંદ્રાકર હવે દુબઈથી સંચાલન કરે છે. ઈડીની તપાસમાં જાણવા મળ્યું છે કે, મહાદેવ બુક એપ અને સટ્ટાબાજીનો આ મામલો કેટલાક રાજકારણીઓ, પોલીસ અધિકારીઓ અને રાજકારણીઓના સહયોગીઓ સાથે સંકળાયેલો હતો. છત્તીસગઢમાં તેનાં ઉંડા તાર મળી આવ્યા છે.

આ સટ્ટાબાજીની એપનું ટર્નઓવર આશરે રૂ. 20000 કરોડ રૂપિયા છે. યુએઈમાં આયોજિત લગ્ન સમારોહમાં પરફોર્મ નારાઓનીમાં 1. આતિફ અસલમ, 2. રાહત ફતેહ અલી ખાન, 3. અલી અસગર, 4. વિશાલ દદલાની, 5. ટાઇગર શ્રોફ 6.કક્કર, 7. એલી અવરામ, 8. ભારતી સિંહ, 9. સની લિયોન, 10. ભાગ્યશ્રી, 11. પુલકિત, 12. કીર્તિ ખરબંદા 13. નુસરત ભરૂચા, 14. ક્રિષ્ના અભિષેકનો સમાવેશ થાય છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ મેસર્સ મહાદેવ ઓનલાઈન બુક બેટિંગ એપની તપાસ કરી રહી છે, જે ગેરકાયદેસર સટ્ટાબાજીની વેબસાઈટ્સને નવા યુઝર આપે છે. ઉપરાંત આ એપ એક મુખ્ય સિન્ડિકેટ છે. જે ઓનલાઈન પ્લેટફોર્મની વ્યવસ્થા કરે છે. જે બુકીઓના યુઝર આઈડી બનાવવા અને વેબ દ્વારા બેનામી બેંક ખાતાઓમાં નાણાં મોકલવા સક્ષમ છે. ઈડી એ તાજેતરમાં કોલકાતા, ભોપાલ, મુંબઈ વગેરે શહેરોમાં મહાદેવ એપ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ નેટવર્ક સામે મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. મોટા પાયે ગુનાહિત પુરાવાઓ રિકવર કર્યા છે અને 417 કરોડ રૂપિયાની ગુનાની કાર્યવાહી જપ્ત કરી છે.

આ કેસની તપાસ દરમિયાન ઈડી ને જાણવા મળ્યું છે કે, સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ, ભિલાઈ, છત્તીસગઢના રહેવાસી, મહાદેવ ઓનલાઈન બુકના મુખ્ય પ્રમોટર છે અને દુબઈથી ઓપરેટ કરે છે. તેમની કંપની મેસર્સ મહાદેવ ઓનલાઈન બુક યુએઈની સેન્ટ્રલ હેડ ઓફિસમાંથી ચાલે છે અને 70%-30% પ્રોફિટ રેશિયો પર પેનલ/શાખાઓ દ્વારા તેના જાણીતા સહયોગીઓનું વિતરણ કરે છે. તે ફ્રેન્ચાઇઝી આપીને ચલાવવામાં આવે છે. સટ્ટાબાજીની આવકને વિદેશી ખાતામાં ટ્રાન્સફર કરવા માટે હવાલા દ્વારા મોટા પાયે હેરાફેરી કરવામાં આવે છે.

સૌરભ ચંદ્રકરે ફેબ્રુઆરી 2023માં યુએસઈમાં લગ્ન કર્યા હતા. મહાદેવ એપના પ્રમોટર્સે આ લગ્ન સમારોહ માટે અંદાજે 200 કરોડ રૂપિયા રોકડા ખર્ચ્યા હતા. પરિવારના સભ્યોને નાગપુરથી યુએઈ લઈ જવા માટે ખાનગી જેટ ભાડે લેવામાં આવ્યા હતા. લગ્ન માટે જાહેરાત, લગ્નના આયોજકો, નર્તકો, ડેકોરેટર્સ વગેરેને મુંબઈથી બોલાવીને કામ આપવામાં આવ્યું હતું. તમામ રોકડ ચૂકવણી કરવા માટે હવાલા ચેનલોનો ઉપયોગ કરવામાં આવતો હતો. ઇડીએ આ સંબંધમાં ડિજિટલ પુરાવા એકત્રિત કર્યા છે.

મેસર્સ ટેકપ્રો આઇટી સોલ્યુશન્સ એલએલસી. વિકાસ છાપરિયાની માલિકીની લાભકારી સંસ્થાઓના નામે જમા કરાયેલી રૂ. 236.3 કરોડની રોકડ અને સિક્યોરિટી હોલ્ડિંગ્સ ઈડી દ્વારા પીએમએસએ 2002 હેઠળ જપ્ત કરવામાં આવી હતી. ઈડીએ તેને પણ જપ્ત કર્યો છે. ગોવિંદ કુમાર કેડિયાના પરિસરમાં સર્ચના પરિણામે 18 લાખ રૂપિયાનું ભારતીય ચલણ અને 13 કરોડ રૂપિયાની કિંમતનું સોનું અને જ્વેલરી પણ જપ્ત કરવામાં આવી છે.

અત્યાર સુધીમાં, ઈડીએ રાયપુર, ભોપાલ, મુંબઈ અને કોલકાતામાં 39 સ્થળોએ સર્ચ હાથ ધર્યું છે અને 417 કરોડ રૂપિયાની ગેરકાયદેસર સંપત્તિ જપ્ત કરી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement