(મિલાપ રૂપારેલ) અમરેલી,તા.16 : અમરેલીમાં લાઠી રોડ ઉપર આવેલ શ્યામ મોલમાં ગત તા.3 નાં રાત્રીના આશરે ચારેક વાગ્યાનાં સમય દરમિયાન કોઇ અજાણ્યો ચોર ઇસમ મોલના ઉપરનાં ભાગે આવેલ ટર્બોફેન ખોલીને મોલમાં અંદર પ્રવેશ કરી, મોલમાં ટેબલના ખાનામાં રાખેલ રોકડ રૂા.1ર,000 ની ચોરી કરી લઇ જઇ ગુનો કરેલ હોય, જે અંગે રજનીકાંતભાઇએ અજાણ્યા ચોર ઇસમ વિરૂધ્ધ ફરિયાદ અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હોય,એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ દ્વારા અજાણ્યા આરોપી અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવેલ. તા.1પનાંરોજ અમરેલી સીટી વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમી તેમજ ટેકનીકલ સોર્સ આધારે અમરેલી,
રેલ્વે સ્ટેશન નજીક એક શંકાસ્પદ ઇસમને પકડી પાડી, અમર ઉર્ફે અમીત ઉર્ફે કરણ દિનેશભાઇ વાઘેલા, રહે.મૂળ મહુવા, હાલ રહે. લાઠી રોડની સઘન પુછપરછ કરતા તેને અલગ અલગ જગ્યાએથી ચોરી કરેલ હોવાની કબુલાત આપતા, પકડાયેલ આરોપી તથા મળી આવેલ રોકડા રૂા. ર,070 તથા એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂા. 7,પ00 મળી કુલ કિં.રૂા. 9,પ70નાં મુદ્ામાલ સાથે આગળની કાર્યવાહી થવા અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે. ઝડપાયેલ ઇસમની સઘન પુછપરછ કરતાં આજથી દસેક દિવસ પહેલા, અમરેલી, લાઠી રોડ આવેલ મોલમાં છતનાં ભાગેથી પ્રવેશ કરી, મોલમાંથી રોકડ રકમની ચોરી કરેલ હતી,
ત્યાર બાદ આજથી એક મહિના પહેલા રાજકોટ જિલ્લાના જેતપુર રેલ્વે સ્ટેશન, કેનાલ પાસે આવેલ એક કરીયાણાની દુકાનમાં રાત્રીનાં પ્રવેશ કરી, દુકાનનાં ટેબલના ખાનાનું લોક તોડી રોકડા રૂા.60,000/- ની ચોરી કરેલ હતી, આજથી એકાદ મહિના પહેલા જુનાગઢ, રેલ્વે ફાટકની આગળ એક ગેરેજ આવેલ હોય, જે ગેરેજની છત ઉપરના એર ફેન તોડી અંદર પ્રવેશ કરી, ગેરેજમાંથી રૂા.1500 ની ચોરી કરેલ. આજથી એકાદ મહિના પહેલા જુનાગઢ જિલ્લાનાં માંગરોળમાં પેટ્રોલ પંપની બાજુમાં આવેલવેલ્ડીંગની દુકાનના છતના પતરા ઉચકાવી પ્રવેશ કરી, વેલ્ડીંગ કરવામાં વપરાતા પીતળનાં તાર તેમજ રોકડ રૂા.1600 ની ચોરીનાં ગુનાઓ કરેલ હોવાની કબુલાત આપેલ છે.