નવી દિલ્હી: 75 વર્ષ પુર્વે દેશમાંથી અસ્તિત્વ ગુમાવનાર ચિતાઓના પુન: વસવાટ માટેના આયોજનમાં આફ્રિકન દેશોમાંથી ખાસ ચિતાઓ મંગાવી તેઓને મધ્યપ્રદેશના કુનોના જંગલમાં વસાવ્યા બાદ હવે સ્થાનિક સ્તરે તેની વસતિ વધે તે માટેના આયોજન શરૂ થયા છે. કુનોના જંગલમાં તાલિબીયા અને દ.આફ્રિકા વસાવાયેલા 25થી વધુ ચિતાઓમાં 9 અલગ અલગ કારણોસર મૃત્યુ થયા હતા. હાલ 15 માદા અને 12 સહિતના ચિતાઓ છે
અને હવે દક્ષિણ આફ્રિકાથી વધુ ચિતાઓ આવશે જેમને મધ્યપ્રદેશના જ ગાંધી સાગર વન્ય જીવન અભ્યારણમાં વસાવાશે અને અહી તેઓને પ્રજનન વિ.ની સાનુકુળતા રહે તે ખાસ જોવાશે. ગત તા.17 સપ્ટેમ્બરે વડાપ્રધાનના જન્મદિને તેઓએ નામીબીયાથી આવેલા ચિતાઓને કુનાના નેશનલ પાર્કમાં વસાવ્યા હતા. હવે નવા જથ્થાને તેનાથી દુર વસવાટ કરાવાશે.