ફાઈનલ પુર્વે ભારતીય ટીમને ઝટકો: અક્ષર ઈજાગ્રસ્ત: સુંદરને તેડાવાયો

16 September 2023 04:15 PM
India Sports
  • ફાઈનલ પુર્વે ભારતીય ટીમને ઝટકો: અક્ષર ઈજાગ્રસ્ત: સુંદરને તેડાવાયો

મુંબઈ તા.16

એશિયાકપના ફાઈનલમાં આવતીકાલે શ્રીલંકા સામેના જંગ પુર્વે ભારતીય ટીમને ઝટકો લાગ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ ઈજાને કારણે ફાઈનલ મેચ રમી શકે તેમ નથી અને તેના સ્થાને ‘કવર’ તરીકે વોશિંગ્ટન સુંદરને તેડાવવામાં આવ્યો છે.

બાંગ્લાદેશ સામેના મેચમાં સરદાર પટેલને ઉપરા ઉપર બે વખત આંગળીમાં ઈજા થઈ હતી. બન્ને વખત ફિઝીયોને બોલાવવા પડયા હતા. મેચ નિર્ણાયક તબકકે હોવાથી ઈજા વચ્ચે પણ તેણે બેટીંગ ચાલુ રાખ્યુ હતું.અક્ષર પટેલની ઈજા કે ફાઈનલમાં રમવા વિશે ક્રિકેટ બોર્ડે કોઈ સતાવાર માહિતી જાહેર કરી નથી પરંતુ સૂત્રોએ કહ્યું કે અક્ષરને એકથી વધુ ઈજા છે. હૈમસ્ટ્રીંગમાં પણ ઈજા છે. આ હકીકતને ધ્યાને રાખીને કવરરૂપે વોશિંગ્ટન સુંદરને તેડાવવામાં આવ્યો હતો.અક્ષર પટેલ વર્લ્ડકપની ટીમમાં પણ સામેલ છે. ઈજા ગંભીર હોય તો ચિંતાનો વિષય બની શકે છે. વર્લ્ડકપ માટેની ટીમમાં ત્રણ સ્પીનરને લેવાયા છે તેમાંનો અક્ષર પટેલ એક છે.


Related News

Advertisement
Advertisement
Advertisement