રાજકોટ,તા.16
ક્રાઈમ બ્રાંચની ટીમે માલીયાસણ ચોકડી પાસેથી ચોરાઉ બાઈક સાથે જીગર પરમારને અને જુગારના બે ગુનામાં ફરાર જયેશ ભટ્ટીને દબોચી લીધો હતો.પ્રાપ્ત વિગત મુજબ ક્રાઈમ બ્રાંચના પી.આઈ વાય.બી.જાડેજાની રાહબરીમાં ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે અમદાવાદ હાઈ-વે પર માલીયાસણ ઓવરબ્રીજ નિચેથી ચોરાઉ બાઈક સાથે જીગર અનિલ પરમાર (ઉ.વ.20) (રહે. ગંજીવાડા શેરીનં.5)ને દબોચી લીધો હતો. ઉલ્લેખનીય છે કે આરોપીએ નવા થોરાળા રામનગર શેરી નં.2 માંથી બાઈક ચોરી હોવાનું ખુલ્યું હતું.જયારે ક્રાઈમ બ્રાંચના જુગારના બે ગુનામાં ફરાર જયેશ ભીખુ ભટ્ટી (ઉ.વ.42) (રહે.ભવાની નગર શેરી નં.5 રામનાથપરા પાસે)ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.