રાજકોટ,તા.16
ત્રંબા ગામની સીમમાં ક્રાઈમ બ્રાંચે દરોડો પાડી દારૂના 3130 પાઉચ સાથે એક શખ્સને દબોચી લિધો હતો. જયારે દારૂ લેવા આવેલ મહીલા બે-ભાન થઈ જતાં તેને સારવારમાં ખસેડવી પડી હતી ક્રાઈમ બ્રાંચે દારૂ કાર અને મોબાઈલ મળી રૂ।.23 લાખનો મુદ્દામાલ કબ્જે કરી બુટલેગર ધવલ પુજારાની શોધખોળ આદરી હતી.દરોડાની વિગત અનુસાર ક્રાઈમ બ્રાંચના પી.આઈ.વાય.બી.જાડેજાની રાહબરીમાં પી.એસ.આઈ.એન.ડી.ડામોર ટીમ સાથે પેટ્રોલીંગમાં હતાં.
ત્યારે હેડ કોન્સ્ટેબલ જયદેવસિંહ પરમાર તથા અશોક ડાંગરને ત્રંબાગામની સીમમાં વિડીમાં આવેલ એક અવાવરૂ ઓરડીમાં દારૂનો મોટો જથ્થો સંતાડેલ હોવાની મળેલ ચોકકસ બાતમીના આધારે દરોડો પાડી ઓરડીમાંથી વિદેશી દારૂના 3130 પાઉચ ઝડપી પાડયા હતો.જયારે કારમાં દારૂ લેવા આવેલ અજય સંજય સોલંકી, (રહે.રામનાથ પરા શેરી નં.1)ને પકડી પાડયો હતો. જયારે તેની સાથે રહેલ મહીલા કાજલ જીજ્ઞેશ રાઠોડ પોલીસને જોઈ આંચકી ઉપડતાં બે-ભાન થઈ ઢળી પડી હતી. જેનને પોલીસે સારવારમાં સીવીલ હોસ્પિટલે ખસેડી હતી.જયારે પકડાયેલ અજય સોલંકીની પુછપરછ કરતાં દારૂનો જથ્થો ધવલ ધિરેન પુજારાએ ઉતાર્યો હોવાનું કબુલ્યું હતું. જેથી પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે આરોપી અજય, ધવલ અને કાજલ વિરૂદ્ધ દારૂના અઢળક ગુના નોંધાયેલ હોવાનું ખુલ્યું હતું.