હવે સિને ‘માં’ નહિં, આજકાલ છવાયો સિને ‘પા’નો જાદુ!

16 September 2023 04:55 PM
Entertainment India
  • હવે સિને ‘માં’ નહિં, આજકાલ છવાયો સિને ‘પા’નો જાદુ!

‘મધર ઈન્ડિયા’થી લઈને ‘કરણ અર્જુન’ અને ‘કભી ખુશી કભી ગમ’ ફિલ્મોમાં ‘મા-બેટા’નો સંબંધ હંમેશા હીટ રહ્યો છે, હાલ ‘ગદર-2’ ‘ઓએમજી-2’, ‘જવાન’માં બાપ-બેટાનો સંબંધ સુપરહિટ થયો છે.

મુંબઈ: ફિલ્મ ‘મધર ઈન્ડીયા’થી માંડીને ‘કરણ અર્જુન’ અને ‘કભી ખુશી કભી ગમ’બીગ સ્ક્રીન પર મા-પુત્રના પ્રેમને સુંદરતાથી ફિલ્માવવામાં આવ્યા છે.પરંતુ છેલ્લા કેટલાંક સમયથી મોટા પરદા પર સુપરહીટ ફિલ્મો પર નજર નાખીએ તો આજકાલ મોટા પરદા પર મા-બેટાનો સંબંધ સુપરહીટ છે.

પછી આ ફિલ્મો ગદર-2 હોય કે ઓએમજી-2 હોય કે પછી તાજેતરમાં રિલીઝ થયેલી સુપરહીટ ફિલ્મ જવાન હોય. આ ફિલ્મમાં એક વાત કોમન છે કે ત્રણેય ફિલ્મોમાં પિતા-પુત્રની રિલેશનશીપને મજબૂતાઈથી રજુ કરાઈ છે.

ફિલ્મ જવાન માં તો શાહરૂખખાનના બાપ-બેટાના ડબલ રોલ પર દર્શકો ફીદા થઈ ગયા હતા. આ ફિલ્મનો શાહરૂખખાનનો ‘બેટે કો હાથ લગાને સે પહેલે બાપ સે બાત કર’ડાયલોગ લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો આ સિવાય સન્ની દેઓલ સ્ટારર ફિલ્મ ગદર-2 માં પણ બાપ-દીકરાનાં સબંધને મજબુતીથી રૂપેરી પરદે ઉતારાયો છે.

એક સીનમાં તારાસિંહનો દિકરો જીતે જયારે પાકિસ્તાનમાં ફસાય જાય છે. ત્યારે પાકિસ્તાની ફૌજીને કહે છે-‘દુઆ કર કિ મેરા બાપ યર્હાં ન આયે, અગર મેરા બાપ યહા આ ગયા ના તેરે ઈતને ટુકડે કરેગા, ઈતને ટુકડા કરેગા.....’

આ સંવાદો નર દર્શકો તાળીઓ પાડે છે.ફિલ્મ બિઝનેસ એનાલીસ્ટ અને પ્રોડયુસર ગિરીશ જોહર કહે છે બોલિવુડમાં અગાઉ પણ બાપ-બેટાનાં સંબંધો પર આધારીત ફિલ્મોએ સારો દેખાવ કર્યો છે પણ આ અકસ્માત જ છે કે માત્ર આધારીત ફિલ્મો બોકસ ઓફીસ પર છવાઈ ગઈ.


Related News

Advertisement
Advertisement
Advertisement