હિમાચલ પર મોટી આફત: ખુદ મુખ્યમંત્રી સુખવિન્દરે રૂા.51 લાખ રાહત ફંડમાં આપ્યા

16 September 2023 05:17 PM
India Politics
  • હિમાચલ પર મોટી આફત: ખુદ મુખ્યમંત્રી સુખવિન્દરે રૂા.51 લાખ રાહત ફંડમાં આપ્યા

રાજયને રૂા.12000 કરોડનું નુકશાન

નવી દિલ્હી: હિમાચલ પ્રદેશમાં ઓગષ્ટ માસમાં ભારે વરસાદ તથા પુરની સ્થિતિથી અત્યંત વિનાશની સ્થિતિ બની છે અને સિમલા સહિતના ક્ષેત્રમાં મકાનો ધસી પડયા અને પુરના પાણીમાં અનેક ગામોમાં ભારે તબાહી છે તે સમયે રાજયમાં રાહતની કામગીરી રાજય સરકારે પુર જોશથી શરુ કરી છે અને મુખ્યમંત્રી શ્રી સુખવિન્દર સિંઘ સુબુએ રાહત ફંડમાં તેમની અંગત રૂા.51 લાખની રકમ આવી છે. તેઓએ રાજયમાં જેઓ મદદ કરવા સક્ષમ હોય તેઓને મુખ્યમંત્રી રાહત ફંડમાં નાણા આપવા અપીલ કરી

જેમાં પ્રથમ યોજના ત્રણ બેન્ક ખાતામાં મીનીમમ બેલેન્સ રાખી ખુદ તરફથી રૂા.51 લાખ આપ્યા છે અને તેમના આ સખાવત નિર્ણય બાદ રાજયમાં પેન્શનરો અને કર્મચારીઓએ પણ તેમના બચતમાંથી ફાળો આપવાનો શરૂ કર્યો છે. રાજયમાં ભારે વરસાદી દુર્ઘટનામાં 13000 ઘરો પડી ગયા છે. હજારો કુટુંબો ઘરબાર વગરના બની ગયા છે અને રાજયની તિજોરીને રૂા.19000 કરોડનું નુકશાન થયું છે. બીજી તરફ કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીએ રાષ્ટ્રીય આફત ગણાવી હતી. રાજયને મદદ કરવા અપીલ કરી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement