વડોદરામાં એસઆરપી જવાને ચાલુ ફરજમાં સર્વિસ રાઈફલમાંથી ગોળી મારી જીવન ટુંકાવ્યું

16 September 2023 05:20 PM
Vadodara Gujarat
  • વડોદરામાં એસઆરપી જવાને ચાલુ ફરજમાં સર્વિસ રાઈફલમાંથી ગોળી મારી જીવન ટુંકાવ્યું
  • વડોદરામાં એસઆરપી જવાને ચાલુ ફરજમાં સર્વિસ રાઈફલમાંથી ગોળી મારી જીવન ટુંકાવ્યું

બીમારીથી કંટાળી આપઘાત કર્યા હોવાનું પ્રાથમીક તારણ પત્ની સહિત ત્રણ સંતાનો નિરાધાર બન્યા: શોક

રાજકોટ તા.16
વડોદરા શહેરમાં એસઆરપી ગ્રુપ-1માં ફરજ બજાવતા જવાને ચાલુ ફરજમાં સર્વિસ રાઈફલમાંથી ગોળી મારી આપઘાત કરી લીધાનો બનાવ પોલીસ દફતરે જાહેર થયેલ છે.

બનાવની જાણવા મળતી વિગત અનુસાર મુળ નર્મદા જિલ્લાના ટીલાકવાળા તાલુકાના ફતેપુરા ગામના વતની અને 28 વર્ષથી એસઆરપીમાં ફરજ બજાવતા પ્રવીણભાઈ બારીયાએ આજે ફરજ દરમિયાન પોતાની સર્વિસ રાઈફલમાંથી ગોળી મારી આપઘાત કરી લેતા તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પીટલમાં ખસેડાયો હતો.

મૃતક જવાન પ્રવિણભાઈના સ્વજન મોહનભાઈ બારીયાએ જણાવ્યું હતું કે પ્રવીણભાઈ છેલ્લા ઘણા વર્ષોથી બીમાર હોવાથી આ પગલુ ભયુર્ં છે તેમના પરીવારમાં હાલ તેમની પત્ની ત્રણ સંતાનો નિરાધાર બન્યા છે. મૃતક જવાનની અંતિમવિધી તેમના ગામ ફતેપુર ગામે કરવામાં આવશે.


Related News

Advertisement
Advertisement
Advertisement