મુંબઈ: શાહરુક ખાન સ્ટારર ફિલ્મ ‘જવાન’ 700 કરોડ રૂપિયાનો અત્યાર સુધીમાં ધંધો કરી ચૂકી છે. હાલમાં જ શાહરુખ પોતાની પહેલી પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ તકે ફિલ્મના ક્રૂ મેમ્બર ઉપરાંત દીપિકા પડૂકોણ, વિજય સેતુપતિ, સાન્ય મલ્હોત્રા, વગેરે હાજર હતા.
આ તકે શાહરુક ખાને જણાવ્યું હતું કે ઘણા દિવસોથી મેં કામ નહોતું કયુર્ં, હું ત્રણ વર્ષ બાદ કામ કરી રહ્યો હતો, ઘણા નર્વસ હતો. દરેક વસ્તુને હું ખુશી અને પોઝીટીવ રીતે લઉં છું. મારા મોટા દીકરા આર્યને મને કહ્યું હતું કે જયારે અમે મોટા થઈ રહ્યા હતા. ત્યારે અમને ખબર હતી કે સ્ટારડમનો શું અહેસાસ હોય છે.
આપની ફિલ્મો હિટ થતી રહી, મારી દીકરીએ પણ આ જ વાત કહી કે અમે આપનું સ્ટારડમ જોયું છે. પણ નાના ભાઈ અબરામે નથી જોયું. તો પાપા આગલી પાંચ ફિલ્મો માટે આપ ખૂબ મહેનત કરો, અબરામને પણ આપના સ્ટારડમનો અહેસાસ થવો જોઈએ.