નવી દિલ્હી તા.18 : એપલ આઈફોન 15 ના નવા ફોનની પ્રિ-બુકીંગ શુક્રવારથી શરૂ થઈ ગયેલ છે. જેમાં એપલનાં અગાઉ આઈફોનની તુલનામાં અધધધ 25 ગણો વધારો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે એપલે નવા આઈફોનને ગ્લોબલ લોંચની સાથે સાથે ભારતીય કસ્ટમર્સ માટે પણ ઉપલબ્ધ કરાવાયા છે.એપલનાં બધા મોડેલ-આઈફોન 15, આઈફોન 15 પ્લસ, આઈફોન 15 પ્રો અને આઈફોન 15 પ્રો મેકસ માટે પ્રી બુકીંગ શુક્રવારે શરૂ થઈ ગયુ છે. એપલના નવા ડીવાઈસ 22 સપ્ટેમ્બરથી ઉપલબ્ધ થઈ જશે. રિપોર્ટ અનુસાર એપલ પાસે આઈફોન 15 સીરીઝનાં 2,70,000 થી 3 લાખ જેટલા યુનિટસનો અત્યાર સુધીનો સૌથી મોટો સ્ટોક છે જે ગત વર્ષે લોંચ થયેલ આઈફોન 14 સીરીઝની તુલનામાં બે ગણુ છે.