નવી દિલ્હી તા.18 : એશિયા કપ 2023 નાં ફાઈનલ મુકાબલામાં ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોમાં રમાયેલી મેચમાં ભારતની જીતમાં ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મર સિરાજની મોટી ભૂમિકા હતી. મેદાનમાં તેણે મચાવેલા કહેરથી ખુશ થઈ ગયેલી દિલ્હી પોલીસે કંઈક એવુ ટવીટ કર્યુ છે કે જે ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. કાયદો અને વ્યવસ્થા સંભાળતી દિલ્હી પોલીસે લખ્યુ છે; આજે ઓવર સ્પીટ માટે ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને કોઈ દંડ નહિં ફટકારાય. આ ટવીટ પર એક યુઝરે લખ્યુ કોસંબોમાં ભારે વરસાદની સંભાવના હતી પરંતુ શ્રીલંકાવાળાઓને ખબર નહોતી કે આ વરસાદ તેમના બેટસમેનો માટે વિકેટોની હશે.