ગોંડલની સેવાકીય સંસ્થા બૃમ્હસેવા ટ્રસ્ટ દ્વારા તપસમ્રાટ રાષ્ટ્રીય સંત નમ્રમુનિ મહારાજની પ્રેરણાથી જીવદયા તથા ચકલી બચાવો અભિયાન અંતર્ગત ટાઉનહોલ ખાતે વિનામુલ્યે ચકલીનાં માળા તથા પાણીનાં કુંડાનું વિતરણ કરાયું હતુ.જેને બહોળો પ્રતિસાદ સાંપડયો હતો.આ કાર્યમાં બૃમ્હસેવા ટ્રસ્ટનાં પ્રમુખ વિજયભાઇ ભટ્ટ, જૈમિનભાઇ ભટ્ટ, કલ્પેશભાઈ વ્યાસ, બ્રીજેશભાઇ ઉપાધ્યાય, મહેશભાઈ પંડ્યા, કિશોરભાઈ દવે, હેનિલ ઠાકર, યશવંતભાઈ રાવલ, દિપેન્દ્રભાઇ ઠાકર સહિત સેવા આપી હતી.(તસ્વીર: જીતેન્દ્ર આચાર્ય ગોંડલ)