(ઇરફાન લીલાણી) ગીરગઢડા, તા. 18 : ગીર ગઢડા નજીક આવેલ સીમાસી ગામે એલ્યુમિનિયમ વાયરની ચોરી થયેલ હોય જે મુદામાલ સાથે ત્રણ આરોપીઓ ને ગીર સોમનાથ એસઓજી એ દબોચી લીધા. ગીર સોમનાથ એસઓજી સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન પો.હેડ કોન્સ્ટેબલ ગોપાલભાઈ મોરી તથા પો.કોન્સ્ટેબલ મેહુલસિંહ પરમાર નાઓને ખાનગી રાહે બાતમી મળેલ કે વેરાવળ પટેલ વાડા વિસ્તારમાં ફેજાન ધડા ના ભંગાર ના ડેલા મા જીએબી નો એલ્યુમિનિયમ નો વાયર છે
જે વાયરની પુછપરછ કરતા નવાજ રફાઈ નમના આરોપી એ ઉના વેરાવળ હાઈવે ઉપર સીમાસી ગામે આવેલ અમીન ભાઈ હાલાઇના સ્ટાર એન્ટરપ્રાઇઝ નામના ભંગારના ડેલામાંથી ચોરી કરી અબ્બાસ બાનવા સાથે ચોરી નો મુદ્દામાલ ફેજાન ધડાના ભંગાર ના ડેલામા વેચેલ હોય જેથી આરોપી (1)ફેજાન ધડા રહે.વેરાવળ(2) અબ્બાસ બાનવા રહે.સરખડી (3) નવાઝ રફાઈ રહે.ડોળાસા વારાઓ ને 477 કિલ્લો જીએબી એલ્યુમિનિયમ ના વાયર કુલ રૂ 67050ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા.