(નરેશ ચોહલીયા દ્વારા) જસદણ,તા.18 : જસદણમાં વિજ્ઞાન પ્રવાહની કોલેજ અને વિંછીયાના જનડા ગામે રમત-ગમતના મેદાન માટે જમીન મંત્રી કુવરજીભાઈ બાવળીયાએ ફાળવતા આગેવાનોએ મંત્રી કુંવરજીભાઈનો આભાર માન્યો છે.સાંજ સમચાર કાર્યાલયની મુલાકાતે આવેલા પૂર્વ નગર સેવક નરેશ ચોહલીયા, પૂર્વ નગરપતિ ધીરૂભાઈ ભાયાણી અને એટધીશ ટાઈમ્સનાં મેનેજર હર્ષદભાઈ ચોહાણે જણાવ્યું હતું કે રાજકોટ જીલ્લાના જસદણ તાલુકા મથકે એપ્રિલ-2021 થી સરકારી વિજ્ઞાન પ્રવાહ કોલેજ મંજૂર થયેલ હોય હાલ કોલેજ ચાલુ છે,
જસદણ-વિંછીયા વિસ્તારના વિજ્ઞાના પ્રવાહના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. કોલેજ માટે મકાન ન હોવાથી હાલ વિદ્યાર્થીઓ મોડેલ સ્કુલ ખાતે બેસી અભ્યાસ કરી રહ્યા છે. આ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના પ્રયત્નોથી જસદણ-વિંછીયા મા કોલેજના બાંધકામ માટે 3-25-75 ચો. મી. જમીન મંજૂર કરાવેલ છે જેના પર આગામી દિવસોમાં સરકારી વિજ્ઞાન પ્રવાહની સરકારી કોલેજ આકાર લેશે અને વિદ્યાર્થીઓને અભ્યાસઅર્થે સંપૂર્ણ સુવિધા મળી રહેશે
આ ઉપરાંત વિંછીયા તાલુકાના જનડા ગામે સરકારી ખરાબાની સ. નં. 66 પૈકી 5 પૈકી 1 જમીનમાંથી 12141 ચો. મી. જમીન રમત ગમતના મેદાન માટે મંજૂર કરાવતા ગ્રામ્ય કક્ષાએ એક અભૂતપૂર્વ સિધ્ધિ બની રહેશે. જનડા ગામે ખેલકુદ, રમત ગમત ક્ષેત્રે, સાંસ્કૃતિક ક્ષેત્રે વિંછીયા વિસ્તારમાં યુવાનોને તેનામાં રહેલ કૌશલ્ય પ્રદર્શિત કરવાની વિશાળ તકો પ્રાપ્ત થશે. જસદણ અને વિંછીયાના લોકોમાં જમીન મંજૂર થતાં આનંદની લાગણી પ્રવર્તેલ છે અને આ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને જસદણ ના ઉદ્યોગપતિ હિરેનભાઈ સાકરીયા સુગરભાઈ તથા પૂર્વ નગરપતિ
અને પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ધીરુભાઈ શામજીભાઈ ભાયાણી તથા પૂર્વ માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર અને પૂર્વ નગર સેવક નરેશભાઈ છગનભાઈ ચોહલીયા પૂર્વ નગરપતિ દીપુભાઈ જગુભાઈ ગીડા તાલુકા ભાજપ પ્રમુખ ભાવેશભાઈ વેકરીયા વિછીયા તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ સાકરીયા ભાજપ પ્રમુખ વિજયભાઈ જેન્તીભાઇ રાઠોડ પૂર્વ કોર્પોરેટર કેતનભાઇ લાડોલા પૂર્વ કારોબારી ચેરમેન બીજલભાઇ પોલાભાઈ ભેંસજાળીયા સહિતના આગેવાનોએ જસદણ વિછીયા ની જનતા વતી મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનો આભાર વ્યકત કર્યો હતો.