ગોંડલમાં રીક્ષા પલ્ટી જતાં સાત માસના માસુમ બાળકનું મોત

18 September 2023 12:09 PM
Gondal
  • ગોંડલમાં રીક્ષા પલ્ટી જતાં સાત માસના માસુમ બાળકનું મોત
  • ગોંડલમાં રીક્ષા પલ્ટી જતાં સાત માસના માસુમ બાળકનું મોત

રીક્ષા ચાલકે બાઇકને ઠોકર માર્યા બાદ કાબુ ગુમાવી દેતા અકસ્માત

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. 18 : ગોંડલ થી ગુંદાળા રોડ પર ગઇકાલે બપોરના સુમારે રીક્ષા પલટી ખાઇ જતા રીક્ષામાં બેઠેલાં પરીવાર ના સાત માસના બાળકનું મોત નિપજ્યુ હતુ. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ બપોર ના સુમારે ગોંડલ ગુંદાળા રોડ પર ડેકોરાસીટી પાસે મુસાફરો ભરી પસાર થઈ રહેલી જીજે.ઓ3બીએકસ 9245 નંબર ની રીક્ષા ચાલકે આગળ જઈ રહેલા બાઇક ને ઠોકર મારતા અને રીક્ષા પર થી કાબુ ગુમાવતા રીક્ષા પલટી ખાઇ ગઇ હતી.

અકસ્માત મા રીક્ષા મા મુસાફરી કરી રહેલા મુળ દાહોદ અને હાલ નેશનલ હાઇવે ગેલેક્સી પંપ પાછળ રહેતા દશરથભાઇ ડામોર ના સાત માસ નાં પુત્ર નિતિન નુ ગંભીર ઇજાને કારણે મોત નિપજ્યુ હતુ. જ્યારે અન્ય લોકોને સામાન્ય ઇજા પહોંચી હતી દશરથભાઇ અનિડા પાસે ના કારખાનામાં મજુરીકામ કરેછે.બનાવ બાદ માશુમ બાળક ના મૃતદેહ ને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.અકસ્માત સ્થળે દોડી ગયેલી પોલીસે રીક્ષાચાલક રાજકોટ રહેતા કાના રાઘવભાઇ બેચરા ભરવાડ ની ઘરપકડ કરી કાર્યવાહી કરી હતી.બનાવ અંગે તાલુકા પોલીસ જમાદાર જીતેન્દ્રભાઈ વાળાએ તપાસ હાથ ધરી છે.


Advertisement
Advertisement
Advertisement