ઉના,તા.18
ગીર સોમનાથ જિલ્લા રમતગમત આયોજીત શાળાકિય રમત મોહતસવ ગુજરાત સરકાર દ્વારા ચાલતો હોય વિવિધ સ્પર્ધાત્મક રમતોત્સવમાં આવતાં વિદ્યાર્થીને રાજ્યકક્ષાએ પસંદગી બાદ રાષ્ટ્રીય કક્ષાની રમત ગમત સ્પોર્ટ્સમાં ગ્રામ્ય વિસ્તારોમાં રહેલી રમતોમાં લાવવાં નાં સરકારનાં પ્રોત્સાહિત આ મહોત્સવ અંતર્ગત રમતોત્સવ માં ગીર સોમનાથ જિલ્લા નાં તમામ તાલુકા નાં ગ્રામ્ય શાળા કોલેજો માંથી હજારો વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે.તાજેતરમાં ઉના તાલુકાના દેલવાડા ગામે રહેતા પત્રકાર માવજીભાઈ વાઢેર ની પુત્રી દીક્ષીકા ધોરણ 11 માં કોડીનાર સોમનાથ સાયન્સ એકેડેમી ખાતે ડી એલ એસ માં અભ્યાસ કરતી હોય તેણે જીલ્લા કક્ષાએ 200 મીટર ની દોડ માં ભાગ લેતાં જીલ્લા કક્ષાએ પ્રથમ નંબરે આવી છે.