‘અનૈતિકતાની નેટ પ્રેકટીસ’: સરકારી મેડીકલ કોલેજોમાં ભણેલા 70% તબીબોએ ગ્રામીણ ડયુટી ન સંભાળી

18 September 2023 12:10 PM
Ahmedabad Gujarat
  • ‘અનૈતિકતાની નેટ પ્રેકટીસ’: સરકારી મેડીકલ કોલેજોમાં ભણેલા 70% તબીબોએ ગ્રામીણ ડયુટી ન સંભાળી

બદલામાં બોન્ડ ભરવાનો પણ ઈન્કાર: 1310 તબીબો રૂા.65.40 કરોડના બોન્ડ ભર્યા વગર ચાલ્યા ગયા

અમદાવાદ: રાજય સરકારની મેડીકલ કોલેજોમાં સસ્તા મેડીકલ શિક્ષણ મેળવીને પછી ધિકતી પ્રેકટીસ કરતા તબીબો એક તરફ તેમના શિક્ષણની શરત મુજબ નથી. ગ્રામ્ય ક્ષેત્રમાં સરકારી આરોગ્ય કેન્દ્ર અને હોસ્પીટલોમાં સેવા આપવા જતા નથી તે માટે જે બોન્ડ આપ્યું હોય છે તે ભરપાઈ કરતા અને રાજયના કરદાતા નાણાથી ભણી તે પછી નોટો ગણવામાં પડી જાય છે અને તેની એક નાગરિક તરીકેની ફરજ પણ ચૂકી જાય છે.

તમામ વ્યવસાયોમાં સૌથી ઉમદા વ્યવસાય તરીકે સ્થાન ધરાવતા તબીબી વ્યવસાયમાં આ અનૈતિકતાનો પ્રથમ ડોઝ પ્રારંભ થાય છે. 2020-21ના વર્ષમાં રાજય સરકારના અનુદાન (ગ્રાન્ટ)થી ચાલતી સરકારી મેડીકલ કોલેજમાં ભણી ગયેલા 2653 તબીબોમાંથી 1856 એ શરત મુજબ નથી.

સરકારી ગ્રામ્યક્ષેત્રની સરકારી સેવામાં જોડાવાનું પસંદ કર્યુ અને તેમાં 1310 તો બોન્ડના નાણા ભર્યા વગર જ હવે પ્રેકટીસ કરવા લાગ્યા છે. 2020/21માં કુલ 1465 તબીબો જે સરકારી કોલેજોમાં ભણ્યા અને ડિગ્રી મેળવી પછી તેઓને પોષ્ટીંગ અપાયુ છે. તેમાં 1096 હાજર જ થયા નહી. 194 એ બોન્ડના નાણા ચુકવી દીધા પણ 902 એ તો તે પણ ચુકવ્યા વગર જ સરકારને ધુંબો મારી દીધો છે.

ખાનગી કોલેજોમાં મોંઘાદાટ શિક્ષણ સામે કરદાતાના નાણામાંથી આ તબીબોને સસ્તુ મેડીકલ શિક્ષણ મળ્યું પછી પણ તેઓ પોતાની વધતી ફરજ ચુકવા લાગ્યા છે. એક તરફ ગરીબો અને મધ્યમવર્ગને માટે સરકાર તબીબી સેવાઓ સાવ નજીવા દરે ઉપલબ્ધ બનાવે છે અને તેની પાછળ જંગી ખર્ચ કરે છે તો બીજી બાજુ મેડીકલ શિક્ષણ પણ સસ્તુ આપે છે.

આમ સરકાર તેની ફરજ બજાવે છે. તેમાં અનેક વિદ્યાર્થીઓ પોષ્ટ ગ્રેજયુએશન માટે ઉંચી શિક્ષણ ફી ચુકવે છે અને બોન્ડની રકમ રૂા.10 લાખ ચુકવવા માંગતા નથી. હવે સરકાર આ રીતે બોન્ડના નાણા ભર્યા વગર કે સરકારી સેવામાં ફરજ બજાવ્યા વગર જ ચાલ્યા ગયેલા તબીબો સામે કાનુની કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement