ધોરાજીના ઉકાભાઈ માથુકીયાનું અવસાન: ચક્ષુદાન કરાયું

18 September 2023 12:11 PM
Dhoraji
  • ધોરાજીના ઉકાભાઈ માથુકીયાનું અવસાન: ચક્ષુદાન કરાયું

માનવ સેવા યુવક મંડળ અને સરકારી હોસ્પિટલને 180મું ચક્ષુદાન

(સાગર સોલંકી/ધર્મેન્દ્ર બાબરીયા) ધોરાજી તા.18 : ધોરાજીના જેતપુર રોડ પર રહેતા ઉકાભાઈ ઠાકરશીભાઈ માથુકીયાનું અવસાન થતા પરીવારજનોએ ચક્ષુદાન કરવા માટે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને સાગર સોલંકીને જાણ કરાતા સરકારી હોસ્પીટલના ચક્ષુદાન સેન્ટરના અધિક્ષક ડો. જયેશ વેસેટીયન, ડો. પાર્થ મેઘનાથી, મેડીકલ ટીમના રોહીત સોંદરવા અને દિપક ભાસ્કર સહીતના હાજર રહી ચક્ષુદાન પ્રક્રિયા કરી હતી. આ તકે વિજયભાઈ માથુકીયા, પ્રવીણભાઈ માથુકીયા, કમલેશભાઈ માથુકીયા, જીગ્નેશ પટોડીયા, અતુલ પટોડીયા, ચેતન બાબરીયા સહીતના હાજર રહેલ હતા. માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઈ સોલંકીએ માથુકીયા પરીવારની સેવાઓ બીરદાવી સ્વ. ઉકાભાઈ માથુકીયાને શ્રધ્ધાસુમન અર્પણ કરેલ હતા. માનવ સેવા યુવક મંડલ અને સરકારી હોસ્પીટલને આ 180મું ચક્ષુદાન મળેલ છે. ધોરાજી અને આજુબાજુમાં ચક્ષુદાન, દેહદાન સ્કીન ડોનેશન માટે મો. નં. 98987 01774, 98987 15775 અને સરકારી હોસ્પીટલનો 02824-220139 પર કોન્ટેક કરવા જણાવાયું છે.


Advertisement
Advertisement
Advertisement