જસદણ શહેર ભાજપ દ્વારા વડાપ્રધાનનાં જન્મ દિને વિવિધ સેવા કાર્યો

18 September 2023 12:15 PM
Jasdan
  • જસદણ શહેર ભાજપ દ્વારા વડાપ્રધાનનાં જન્મ દિને વિવિધ સેવા કાર્યો

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની જસદણ શહેર ભાજપ દ્વારા વિવિધ સેવા અને ભક્તિના કાર્ય દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ પ્રસંગે જસદણ શહેર ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.

સરકારી હોસ્પિટલ ખાતે જસદણ શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ મકાણી, જસદણ ભાજપના વડીલ અશોકભાઈ મહેતા, અશોકભાઈ ચાવ, રાજુભાઈ ચાવડા, નિલેશભાઈ દુધરેજીયા, ગટુભાઈ ગીડા સહિતના આગેવાનો દ્વારા ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સાંજે ખારી હનુમાનજી મંદિર ખાતે મહાઆરતી કરવામાં આવી હતી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના તંદુરસ્તી પૂર્ણ દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ખારી હનુમાનજી મંદિર ખાતે અનિલભાઈ મકાણી, અશોકભાઈ મહેતા, પંકજભાઈ ચાવ, બીબીસી છાયાણી, નરેશભાઈ દરેડ, રમાબેન મકવાણા, ભીખાભાઈ રોકડ, ગજેન્દ્રભાઈ રામાણી, સંજયભાઈ સખિયા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
(તસવીર ધર્મેશ કલ્યાણી (જસદણ)


Advertisement
Advertisement
Advertisement