ધોરાજી, તા. 18
જામકંડોરણાના ગુંદાસરી ગામના ખેડુતનું બાઇક અકસ્માતમાં મોત નિપજેલ છે. આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે ગુંદાસરી ગામના સેવાભાવી ખેડુત પોતાનું બાઇક લઇને જામકંડોરણા ખાતે કપાસમાં છાંટવા માટેની જંતુનાશક દવાઓ લઇને ગુંદાસરી તરફ જતા હતા ત્યારે કાનાવડાળાથી ગુંદાસરી ગામ વચ્ચે આવતા ગોરડીયા વોંકળા પાસે બે બાઇક સામસામા અથડાતા જેમાં મહેશભાઇ (મનીષભાઇ) જેરામભાઇ ભંડેરી (ઉ.વ.પર, રહે. ગુંદાસરી, તા. જામકંડોરણા)ને ગંભીર ઇજાઓ થતા તેઓને 108 મારફત કાલાવડ સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા. જયાં સારવાર દરમ્યાન મહેશભાઇ (મનીષભાઇ) જેરામભાઇ ભંડેરીનું અવસાન થતા નાના એવા ગુંદાસરી ગામમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગયો હતો.
આ ઘટનાના પગલે સરપંચ અને ગામના અગ્રણીઓ કાલાવડ સરકારી દવાખાને દોડી ગયેલ હતા. મરણ જનાર ખેતી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા અને મહેશભાઇનું અવસાન થતા બે બાળકોએ િ5તાની છત્રછાયા ગુમાવી હતી. આ બનાવ અંગે જામકંડોરણા પોલીસે તપાસ શરૂ કરી છે.