ધોરાજી, તા.18
ધોરાજીના બાબરીયા સમાજ ખાતે આધુનિક એ.સી હોલનું દાતાઓ દ્વારા લોકાર્પણ કરાયું હતું. ધોરાજીના જામકડોણા રોડ પર ઇમ્પિરિયલ સ્કૂલની બાજુમાં સ્વ.પ્રભુદાસ માવજીભાઈ બાબરીયા સ્મૃતિ ભવન જે ત્રણ વીઘા જમીનમાં આધુનિક સ્ટ્રક્ચર સાથે નિર્માણ પામેલ છે. જેમાં સાઉન્ડ પ્રુફ એ.સી મેરેજ હોલ સ્વ.સવિતાબેન મગનભાઈ બાબરીયા મેરેજ હોલ ના તથા રૂમોના લોકાર્પણ પ્રસંગે મગનભાઈ બાબરીયા, કૃણાલભાઈ બાબરીયા, પંકજભાઈ બાબરીયા, ધીરુભાઈ બાબરીયા, રમેશભાઈ માવજીભાઈ બાબરીયા, કિશોરભાઈ પટેલ ,જયંતીભાઈ રાખોલીયા અને પંચનાથ મંદિરના મહંત સ્વામી શ્રદ્ધાનંદ ગીરી સહિતના અગ્રણીઓએ દાતાઓને પુષ્પગુચ્છો અને સાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા.
આ તકે વિમલભાઈ કોયાણી ,નટુભાઈ વૈષ્ણવ, કરસનભાઈ માવાણી, રાજુભાઈ બાબરીયા, રાજુભાઈ હિરપરા ,પ્રવીણભાઈ બાબરીયા, ભુપતભાઈ કોયાણી, તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ પરિવાર ,ગોકુલ ગૌશાળા પરિવાર, કિશોરભાઈ માવાણી ,આર.કે કોયાણી, સંજયભાઈ રૂપારેલીયા, જમનભાઈ બાબરીયા, વિઠ્ઠલભાઈ બાબરીયા, નીતિનભાઈ બાબરીયા, આતકે સમાજ ભવનમાં સેવા આપનારા સંસ્થાના હોદ્દેદારોએ સેવા પરમો ધર્મ સાથે સન્માનિત કરી તેઓની સેવાઓની આતકે વિશાળ સંખ્યામાં પરિવારજનો હાજર રહી દાતા અને સમાજના સ્વપ્ન દ્રષ્ટા એવા વસંતભાઈ બાબરિયાના સ્વાસ્થ્યમાં સુધારો થાય એ માટે ખાસ પ્રાર્થના કરી હતી. અને સો એ દાતાઓ અને સમાજનિર્માણમાં સેવાઓ આપનારને બિરદાવી હતી .આ કાર્યક્રમનું સંચાલન પિયુષ બાબરીયા એ કરેલ હતું.
(તસ્વીર અને અહેવાલ : સાગર સોલંકી/ધર્મેન્દ્ર બાબરીયા-ધોરાજી)