જસદણ શહેરના લોહિયાનગરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ

18 September 2023 12:34 PM
Jasdan
  • જસદણ શહેરના લોહિયાનગરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ

જસદણ અર્બન હેલ્થ દ્વારા જસદણ શહેરના વોર્ડ નંબર ત્રણ લોહિયાનગરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં આ વિસ્તારના કોર્પોરેટર પંકજભાઈ ચાવ, જેડીભાઈ ઢોલરીયા, શહેર ભાજપના પ્રમુખ અનિલભાઈ મકાણી, ભારતીય જનતા પાર્ટીના પીઢ આગેવાન અશોકભાઈ મહેતા, તેમજ રાજકોટ જિલ્લા ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ સોનલબેન વસાણી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને ડો. ધવલ ગોસાઈ, જીતુભાઈ પટેલ સહિત આરોગ્ય કર્મચારી દ્વારા સફળ બનાવવામાં આવેલ હતો. આ કાર્યક્રમ અનુસંધાને વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે અલગ અલગ કાર્યક્રમો યોજાયા હતા. (તસવીર : ધર્મેશ કલ્યાણી-જસદણ)


Advertisement
Advertisement
Advertisement