(ગની કુંભાર) ભચાઉ તા.18 : ભચાઉ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘમાં ચાતુર્માસ બિરાજતા વાગડ સમુદાયના પૂ. આચાર્ય ભગવંત પૂ. શ્રી કીર્તિ ચંદ્ર સૂરીશ્વરજી મ. સા. પૂ. આચાર્ય ભગવંત પૂ. શ્રી કીર્તિ દર્શન સૂરીજી મ. સા. આદિ સાધુ સાધ્વીજી ભગવંતોની પાવનકારી નિશ્રામાં દુધઈ નિવાસી હાલે ભચાઉ ના માતુશ્રી પ્રેમિલાબેન નેણશીભાઈ સાતુંદા પરિવારના ચિ. તિર્થ મહેશ સાતુંદાએ કર્મ નિર્જરા અર્થે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વમાં કર્મ નિર્જરા અર્થે અઠ્ઠાઈ તપની આરાધના કરતા શ્રી સંઘમાં અન્ય તપસ્વીઓની સાથે તપધર્મની ક્લગીમાં એક પીછું ઉમેરાતા શ્રી સંઘ અને સાતુંદા પરિવારમાં ખુશીની લહેર છવાઈ છે.. સાતુંદા પરિવારમાં સૌ પ્રથમવાર અઠ્ઠાઈ તપની આરાધના તિર્થકુમાર દ્વારા કરાતા તેના પારણા મહોત્સવ તા 20/9 બુધવારને યોજાશે.