ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે કોડીનાર ના ધારાસભ્ય ડો પ્રદ્યુમન વાજા એ સોમનાથ મંદિર ખાતે દર્શન અભિષેક તેમજ સોમેશ્ર્વર પુજા કરી વડાપ્રધાન નુ સુદીર્ઘ અને નિરામય જીવનની પ્રાર્થના કરી હતી અને નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્ર્વમાં પ્રગતિના નવા શિખર સર કરે તેવી પ્રાર્થના કરી હતી આ તકે કોડીનાર તાલુકા ભાજપ પ્રમુખ ભગવાનભાઈ પરમાર કોડીનાર તાલુકા પંચાયત ઉપ પ્રમુખ વિશાલભાઇ ગાધે કલ્પેશભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.
(તસ્વીર : દેવાભાઇ રાઠોડ-પ્રભાસ પાટણ)