ટંકારા ગ્રામ પંચાયત ભવનમાં સામાજિક ન્યાય સમિતિની બેઠક યોજાઇ

18 September 2023 01:12 PM
Morbi
  • ટંકારા ગ્રામ પંચાયત ભવનમાં સામાજિક ન્યાય સમિતિની બેઠક યોજાઇ

ટંકારા, તા.18 : ટંકારામાં ગ્રામ પંચાયત ભવનમાં સામાજીક ન્યાય સમિતિ ની બેઠક મળી હતી જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાતવર્ગ ના વિકાસના કામોની સમીક્ષા કરવામાં આવી હતી અને સરકારની વિવિધ યોજના માંથી ગ્રાન્ટની માંગણી કરી વિકાસના કામોને વેગ આપવા ચર્ચા કરવામાં આવી હતી.

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિસ્તારોમાં સત્વરે પ્રાથમિક સુવિદ્યા લાઈટ, પાણી, રોડ અને ગટર જેવી પાયાની જરૂરિયાત વિહોણાં વિસ્તારો માં કામની અગ્રીમતા પર ભાર મૂકવામાં આવ્યો હતો. અનુસૂચિત જાતિ વિસ્તારમાં પેવર બ્લોકનું કામ, વાલ્મિકી સમાજના સ્મશાનમાં પાણીની લાઈન, કમ્પાઉન્ડ વોલ, અનુસૂચિત જાતિ ના સ્મશાનમાં સી સી રોડ, પાણીનો ટાંકો, અનુસૂચિત જનજાતિ ના સ્મશાનમાં કમ્પાઉન્ડ વોલ જેવા વગેરે વિકાસના કામો મંજુર કરવામાં આવતાં તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત તેમજ સરકાર ની વિવિધ યોજનાની સરાહના કરવામાં આવી હતી.

સામાજિક ન્યાય સમિતિ ની મિટિંગમાં થયેલા ઠરાવો ને સરકારના નિયમો અનુસાર પંચાયત ની સામાન્ય સભામાં મંજુર કરી સત્વરે યોગ્ય કાર્યવાહી કરવા સરપંચ એ ભાર મુક્યો હતો. સામાજિક ન્યાય સમિતિ નાં અઘ્યક્ષ શ્રીમતી નિર્મળા બહેન હેમંતભાઈ ચાવડા, સભ્ય સચિવ હરદેવસિંહ જાડેજા સાહેબ, ઉપાધ્યક્ષ હેમંતભાઈ ચાવડા, સભ્ય મીના બહેન મહેતા, સભ્ય શ્રી લાલજીભાઈ ગેડીયા હજાર રહ્યાં હતાં. આ તકે સરપંચ ગોરધનભાઈ સાહેબ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.


Advertisement
Advertisement
Advertisement