(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.18 : મોરબીના સામાકાંઠે શિવ પાર્ક સોસાયટીમાં રહેતા શખ્સના ઘરમાંથી ઘરધણી સહિત સાત શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી 35,600 ની રોકડ કબજે કરી હતી. બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે શિવ પાર્ક સોસાયટીમાં મહાદેવ મંદિર નજીક રહેતા હરપાલસિંહ જીલુભા ઝાલાના ઘરની અંદર જુગાર રમતા હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી
ત્યારે ઘરધણી હરપાલસિંહ જીલુભા ઝાલા (44), દિવ્યરાજસિંહ વિક્રમસિંહ જાડેજા (31) જયેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (31) અનિલભાઈ મગનભાઈ કડીવાર (49), અનિલભાઈ કુંવરજીભાઈ મુંજારીયા (51) વિરલભાઈ વિભાભાઈ મેવાડા (39) અને મહેન્દ્રગીરી ખુશાલગીરી ગોસ્વામી (42) રહે બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 35,600 ની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બાઈક ની ચોરી
હળવદના ચરાડવા ગામે ગોપાલનગરમાં રહેતા મનસુખભાઈ હરજીભાઈ સોનગ્રા દલવાડી (41)એ માર્કેટયાર્ડ ખાતે તેણે પોતાનું બાઈક નંબર જીજે 36 પી 4246 પાર્ક કરીને મૂક્યું હતું જે 50,000 રૂપિયાના બાઇકની ચોરી કરવામાં આવેલ છે જેથી પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.