(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.18 : વાંકાનેર તાલુકામાં ઢુવા નજીક આવેલ ફ્રિડમ સીરામીક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા મહિલાએ કોઈ કારણોસર લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો આ બાબતે તપાસ અધિકારી પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતકને બુટી લેવી હતી અને મજૂરી કામ કર્યા બાદ જે પૈસા એકત્રિત થયા હતા
તે પૈસા મૃતક મહિલાના પતિએ પોતાના વતનમાં પોતાના પરિવારને ટ્રેક્ટર લેવા માટે જોતા હોય ત્યાં મોકલ્યા હતા.જ્યારે મૃતક મહિલાને તે પૈસા માંથી બુટી ખરીદવી હતી આ બાબતે થયેલી સામાન્ય તકરાર બોલાચાલીમાં મૃતક મહિલાએ અંતિમ પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે..! બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા પાસે આવેલ ફ્રીડમ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા સીતારામભાઈ સુંઘાનીયાના પત્ની પૂરીબેન (ઉમર 28) એ લેબર કવાર્ટરની અંદર કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો
જેથી કરીને તેનું મોત નિપજ્યુ હતું અને તેના ડેડબોડીને વાંકાનેર ની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યારબાદ વાંકાનેરની સરકારી હોસ્પિટલ મારફતે આ બનાવાની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના જે.જી.ઝાલા આગળની ચલાવી રહ્યા છે.
વાહન અકસ્માતમાં ઇજા
લાલપર ગામના બસ સ્ટેશન પાસે વાહન અકસ્માતમાં સંતોષ દિનેશકુમાર રાજોલિયા (ઉમર 25) રહે.જનકપુરી સોસાયટી મોરબી અને વિષ્ણુભાઇ ચાંકીભાઈ બાવાજી (ઉમર 47) રહે.સન ગ્લેર સીરામીક પાસે લાલપર વાળાઓને ઇજા થતા બંનેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
સાપ કરડી જતા
ભરતનગર ગામે મનુભાઈ બુડાસણાની વાડીએ કામ દરમિયાન ઇતેશભાઈ કાલુસિંગ પવાર નામના મજુર યુવાનને કામ દરમિયાન સાપ કરડી ગયો હતો.જેથી તેને સારવાર માટે અત્રે આયુષ હોસ્પિટલે લવાયો હતો.
યુવાનનું મોત
નવલખી રોડ ઉપર આવેલા લાયન્સનગર વિસ્તારમાં રહેતા મેહુલભાઈ ગિરધરભાઈ રાઠોડ (ઉમર 45) નામના યુવાનનું હાર્ટ એટેકના લીધે મોત થયુ હતું.તેમ પોલીસસુત્રોએ જણાવ્યું છે.