ટંકારામાં ડીવાયએસપીએ હૈયાધારણા આપતાં લવ જેહાદ સામેનું ગામ બંધનું આંદોલન હાલ પુરતુ મૌકૂફ

18 September 2023 01:17 PM
Morbi
  • ટંકારામાં ડીવાયએસપીએ હૈયાધારણા આપતાં લવ જેહાદ સામેનું ગામ બંધનું આંદોલન હાલ પુરતુ મૌકૂફ

તાત્કાલીક કડક પગલાની ખાતરી ડીવાયએસપી આપતા આંદોલન મોકુફ: છતાં ન્યાય ન મળે તો લડતની તૈયારી

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.18 : ટંકારામાં કથિત લવ જેહાદની ઘટના સામે આવી છે હિન્દુ યુવતીને વિધર્મી ઇસમ ઉઠાવી ગયો હોવાના બનાવ બનેલ છે અને તેમાં ઊંડી તપાસ કરવામાં આવતા અને હિન્દુ સંગઠનોએ કરેલી ઉંડી તપાસમાં 300 થી વધુ હિન્દુ દીકરીઓને પ્રેમ જાળમાં ફસાવી હેરાન કરવામાં આવતી હોવાનું સામે આવી રહ્યું હોય

આ કથિત લવ જેહાદની ઘટનાના પગલે હિન્દુ સંગઠનો અને ટંકારાના આગેવાનો દ્વારા ટંકારા બંધનું એલાન આપીને રેલી-આવેદન આપવા માટે જાહેર કરવામાં આવ્યું હતું.જેના પગલે તાત્કાલિક પોલીસ દોડતી થઈ ગઈ હતી અને ડીવાયએસપીની અધ્યક્ષતામાં ટંકારા ખાતે બેઠક યોજવામાં આવી હતી.

જેમાં ટંકારાના આગેવાનો તથા હિન્દુ સંગઠનોના આગેવાનોને ડિવાયએસપીએ આપેલી ખાત્રીના લીધે હાલ હિંદુ સંગઠનોએ રેલી-આવેદન અને ટંકારા બંધનું એલાન હાલ પૂરતું મૌકુફ રાખ્યું છે અને યોગ્ય પગલા ભરવામાં આવે તેવી રજૂઆત પણ સામે પક્ષેથી કરવામાં આવી છે. ટંકારામાં લવ જેહાદની ઘટના સામે ભારે ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે અને હિન્દૂ સંગઠનો દ્વારા આજે સોમવારે લવ જેહાદ સામે જંગી રેલી યોજીને આવેદનપત્ર આપવા તેમજ ટંકારાને સજ્જડ બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું હતું.

જેના સમગ્ર જીલ્લામાં ઘેરા પડઘા પડ્યા હોવાથી તાત્કાલીક ડીવાયએસપીની હાજરીમાં ટંકારા પોલીસ મથક ખાતે બેઠક યોજવામાં આવી હતી.જેમાં ડીવાયએસપી દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવશે અને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાત્રી આપવામાં આવી હતી જેના પગલે આજ સોમવારનું ટંકારા બંધનું આંદોલન હાલ મૌકુફ રાખવામાં આવ્યું છે. જો પોલીસ દ્વારા આ દિશામાં નક્કર કાર્યવાહી નહિં કરવામાં આવે તો આગામી દિવસોમાં આ બાબત ઉગ્ર બને તો નવાઈ નહીં.


Advertisement
Advertisement
Advertisement