વેરાવળ, તા.18 : વેરાવળના ભાલકા વિસ્તારમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા સાત જુગારીઓને રોકડા રૂા.72300 ની સાથે એલ.સી.બી. બ્રાન્ચે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. ગીર સોમનાથ એલ.સી.બી. બ્રાન્ચના એ.એસ.આઇ. એ.જી.પરમાર સહીતના સ્ટાફને પેટ્રોલીંગ દરમ્યાન વેરાવળના ભાલકા સોસાયટી વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાં નાલ ઉઘરાવી જુગાર રમતા હોવાની બાતમીના આધારે હનીફ ઉર્ફે ટારઝન ગનીભાઇ પંજા, સુફીયાન અબ્દુલ સતાર પંજા, હનીફ સતારભાઇ પંજા, મુનીર મહમદભાઇ ચૌહાણ, સતાર મહમદભાઇ ગાજી, સલીમ ઇસ્માઇલભાઇ પટેલ, ઇમરાન ઉર્ફે મોન્ટી મહમદભાઇ ખાસાબ ને રોકડા રૂા.72300 ની સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.