(પ્રકાશ દવે) કેશોદ, તા. 18 : કેશોદના ગાદોઈ ટોલનાકા પરનો ભાવ વધારા મુદ્દે તેમજ સોમનાથ બનારસ ટ્રેનનો કેશોદમાં સ્ટ્રોપ આપવા બાબતે વેપારી વિકાસ મહામંડળ તથા ચેમ્બર ઓફ કોમર્સને આગળ આવવા માટે જાગૃત નાગરિકો દ્વારા એક આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી છે. ગત ચૂંટણીમાં સાંસદ રમેશભાઈએ લોકોને ખાતરી આપી હતી કે હું ચુંટણીમાં ચુંટાયને આવીશ તો ગાદોઈ ટોલનાકાનો પ્રશ્ર્ન હલ કરી આપીશ પરંતુ હમણા ફરી સંસદની ચુંટણી આવશે પરંતુ ટોલનાકાનો પ્રશ્ર્ન આજે પણ યથાવત છે.
કેશોદ શહેર બહુ મોટું શહેર નથી તેમ છતાં અહીં વેપારીઓની બે અલગ અલગ સંસ્થાઓ ચાલે છે તેમાં એક વ્યાપારી વિકાસ મહામંડળ છે તો બીજી સંસ્થા ચેમ્બર ઓફ કોમર્સ છે ત્યારે વેપારીઓની કોઈ વાત હોય કે શહેરનો કોઈ પ્રશ્ન હોય કે કોઈ રજૂઆત કરવાની થતી હોય ત્યારે આવી સંસ્થાઓએ આગળ વધી આવી રજૂઆત કરવાની હોય છે પરંતુ આ સંસ્થાઓ જ્યારે પોતાની ફરજ ચુકી જાય છે ત્યારે આ માટે સામાજીક કાર્યકરો આગળ આવતાં જોવા મળે છે તે પ્રમાણે કેશોદ ના હરસુખભાઈ સિદધપરાએ આ મુદ્દે શહેર ના અગ્રણીઓની સહીઓ કરાવી
આ મુદ્દે એક પત્ર તૈયાર કરી તેઓએ વ્યાપારી વિકાસ મહામંડળ અને ચેમ્બર ઓફ કોમર્સ ને સુપરત કર્યો છે અને તેઓએ આ બંને સંસ્થા ના પ્રમુખો ને એવી રજૂઆત કરી છે કે હાલમાં જે ગાદોઈ ટોલનાકામાં ભાવ વધારો થયો છે તે બાબતે અને સોમનાથ બનારસ ટ્રેનને કેશોદ રેલવે સ્ટેશન પર સ્ટોપ આપવા બાબતે તમે બંને વેપારી સંસ્થાઓ આગળ આવી લોકો ના પ્રશ્ર્નો ની રજુઆત કરો તેવી માંગ કરી છે ત્યારે રાજકારણીઓ પોતાની ફરજ ભુલે ત્યારે સંસ્થાઓએ આગળ વધી આવી રજૂઆત કે આંદોલન કરવું જોઈએ ત્યારે આ પ્રશ્ને હવે શું થશે તે જોવાનું રહે છે.