માધવપુરમાં વૃદ્ધાના સોનાનાં વેઢલાની લૂંટ

18 September 2023 01:32 PM
Veraval
  • માધવપુરમાં વૃદ્ધાના સોનાનાં વેઢલાની લૂંટ

વણકરવાસમાં જુગાર રમતા આઠ શખ્સો ઝડપાયા

(કેશુભાઈ માવદીયા) માધવપુર,તા.18 : પોરબંદર જિલ્લાના માધવપુર ગામે વૃદ્ધાનાં કાનાનાં સોનાના વેઢલાની લૂંટ ચલાવ્યાની ફરિયાદ નોંધાઈ છે. માધવપુરમાં એસ.ટી.પ્લોટમાં રહેતા વજીબેન કારાભાઈ કોળીના ઘરમાં અજાણ્યા શખ્સે રાત્રે પ્રવેશી કાનમાં પહેરેલ સોનાનાં વેઢલા નંગ-2 કિ.રૂ।.1.50 લાખની લૂંટ કરી નાસી ગયાની ફરિયાદ નોંધાવતા પ્રો.સબ.ઈન્સ.એસ.આર.ચાવડા તપાસ ચલાવી રહ્યો છે.

જુગાર
માધવપુર વણકરવાસમાં જાહેરમાં જુગાર રમતા રણજીત જેઠા, જયંતી નગા, મનોજ બચુ, વિકાસ પ્રવિણ, મનસુખ ખીમા-શૈલેષ કરશન, લાખા અરજણને ઝડપી લઈ પોલીસે ગુનો નોંધ્યો છે.


Advertisement
Advertisement
Advertisement