જુનાગઢ જિલ્લામાં અપમૃત્યુના છ બનાવો

18 September 2023 01:36 PM
Junagadh
  • જુનાગઢ જિલ્લામાં અપમૃત્યુના છ બનાવો

જુનાગઢ તા.18 : જુનાગઢ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન અપમૃત્યુના છ બનાવો પોલીસ દફતરે નોંધાયા છે. જેમાં જુનાગઢ દાતાર રોડ પર રહેતા રામજીભાઈ સામજીભાઈ વાઘેલા (ઉ.36) બે દિવસથી મજુરી કામે ગયેલ અને બે દિવસનો ઉજાગરો હોય થાકી જતા ઉંઘની ગોળીઓ ખાઈ જતા મોત નોંધાતા એ ડીવીઝન પીએસઆઈ ઓ.આઈ. સીદીએ તપાસ હાથ ધરી છે. જુનાગઢ અંબીકા ચોકમાં રહેતા જયેશભાઈ મનોજભાઈ ચુડાસમા (ઉ.22) કલર કામનો ધંધો કરતા હોય છેલ્લા 3 માસથી કામ ધંધો બંધ હોય

જેનું મનમાં લાગી આવતા ઝેરી દવા પી લેતા જયેશભાઈ ચુડાસમાનું મોત નોંધાતા એ ડીવીઝન પીએસઆઈ ઓ.આઈ. સીદીએ તપાસ હાથ ધરી છે. જુનાગઢ બી ડીવીઝનના જોષીપરા નંદનવન રોડ પર રહેતા ભાનુમતીબેન કાન્તીલાલ ઠાકર (ઉ.80) ત્રણેક માસથી એકલા રહેતા હોય તેમના પતિ કાન્તીલાલ ઠાકર બહાર સારવાર અર્થે બહાર હોય કોઈ અગમ્ય કારણોસર પોતાની જાતે અગ્નિસ્નાન કરી લેતા મોત નોંધાયું હતું. બી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે. હાલ ચોમાસાની ઋતુ ચાલુ હોય જેમાં પાણીજન્ય રોગોનું પ્રમાણ વધવાના કારણે ઝાડા ઉલ્ટીના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. જુનાગઢ મધુરમ વિશ્ર્વકર્મા સોસાયટી બ્લોક નં.53માં રહેતા હાર્દિકભાઈ વિનોદભાઈ સુનારીયા (ઉ.28)ને ઝાડા ઉલ્ટી થતા

તેમનું સારવાર દરમ્યાન મોત નોંધાયું હતું. સી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે. શીલના નગીચાણા ગામે રહેતા માલદેભાઈ કાનાભાઈ પીઠીયા (ઉ.62)ને 5 વર્ષથી ડાયાબીટીસની બીમારીમાં સોજા ચડી જતા હોય જેનો દુ:ખાવો સહન ન થતા અવાર નવાર મરી જવાની વાતો કરતા હોય જેનાથી કંટાળી જઈ પાણીના વોંકળામાં પડી જતા મોત નોંધાયું હતું. શીલ પોલીસે તપાસ હાથ ધરી છે. માળીયાહાટીનાનાં લાડુડી ગામે રહેતા મધુબેન લાખાભાઈ ગોવીંદભાઈ જોરા (ઉ.42)ને ઓપરેશનની દવા પીવા જતા ભુલથી નીંદામણની ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન મોત નોંધાયું હતું. માળીયા પોલીસે તપાસ હાથ ધરી છે.


Advertisement
Advertisement
Advertisement