માણાવદરનાં દગડ ગામે રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો: 7 શખ્સો ઝડપાયા

18 September 2023 01:41 PM
Junagadh
  • માણાવદરનાં દગડ ગામે રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો: 7 શખ્સો ઝડપાયા

મેંદરડા, માંગરોળ, માળીયા હાટીના, શીલ પંથકમાં પોલીસના ઠેર-ઠેર સ્થળે દરોડા: નાસભાગ

જુનાગઢ તા.18 : માણાવદરના દગડ ગામે શનિવારના પોલીસે ત્રાટકી જુગારી ગીરીશ ધીરજલાલ બગથરીયાના મકાનમાં ત્રાટકી મકાન માલીક ગીરીશ ધીરજલાલ, જગદીશ કાળા કાનગડ, ડેનીશ મેરામણ કાનગડ, દિવ્યેશ હમીર ડાંગર, કીશોર દાના ડવ, હરેશ આલા મારુ અને દીવ્યેશ સાર્દુલ કાનગડને 24610ની રોકડ નાલના 1950 મોબાઈલ 7 રૂા.17000 સહિત કુલ રૂા.43560ની મતા સાથે દબોચી લીધા હતા. માણાવદરના નાનડીયા ગામે જાહેરમાં જુગઠુ ખેલતા 5 ને 23230 સાથે પકડી લીધા હતા જયારે 4 ભાગી છુટયા હતા. મેંદરડાના સમઢીયાળા ગામેથી 9 ને રોકડા 9350ની મતા સાથે દબોચી લીધા હતા. શીલના મેખડી ગામે 10 જુગારીઓને 41950ની મતા સાથે દબોચી લીધા હતા.

વિદેશી દારૂ ઝડપાયો
જુનાગઢ સી ડીવીઝન હદના મધુરમ વિસ્તારના વોંકળાના કાંઠે સનસીટીના રસ્તે આવેલ આરોપી કરણ સરભમ ઓડેદરા રે. જુનાગઢવાળાના ભોગવટાના નવા મકાનમાંથી સી ડીવીઝન પોલીસે 189 ઈંગ્લીશ બોટલો દારૂ કિંમત રૂા.75600નો બાતમીના આધારે કબ્જે કર્યો હતો. રેડ દરમ્યાન આરોપીઓ કરણ સરભમ ઓડેદરા, હરેશ ઉર્ફે હરીયો અરભમ ઓડેદરા અને રામદે ભુરા ઓડેદરા રે. લીરબાઈપરા જુનાગઢ વાળાના નામ ખુલતા સી ડીવીઝન પીએસઆઈ વી.જે.ઉંજીયાએ આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.


Advertisement
Advertisement
Advertisement