જુનાગઢ તા.18 : અખીલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સમગ્ર દેશમાં જુની પેન્શન યોજનાની અમલવારીની માંગ સાથે ગઈકાલે રવીવારના સોમનાથથી નીકળેલી શિક્ષણ યાત્રા જુનાગઢમાં વંધલી રોડ પર આવેલ મહેર સમાજ ખાતે પહોંચી હતી જેમાં 1500 જેટલા શિક્ષકો જોડાયા હતા.
દેશમાં જુની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે અખીલ ભારતીય પ્રા.શાળા શિક્ષક સંઘ દ્વારા આંદોલનનું રણશીંગુ ફુંકવામાં આવ્યું છે. ચાર ઝોનમા યોજાઈ રહેલી શિક્ષા યાત્રા ગઈકાલે સોમનાથથી નીકળી જુનાગઢ મહેર સમાજ વંથલી રોડ પર આવી પહોંચી હતી જયાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાં સભા યોજવામાં આવી હતી. કર્મચારી મંડળના સભ્યો જોડાયા હતા. ત્યાંથી યાત્રા જસદણ, રવાના થઈ હતી. જૂનાગઢ જીલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ પરબતભાઈ નાઘેરાના જણાવ્યા મુજબ
જુની પેન્શન યોજનાની અમલવારી કરવા દેશ વ્યાપી આંદોલન અંતર્ગત પ્રથમ ઝોનમાં આસામ સિલચરથી શિક્ષા યાત્રાનો પ્રારંભ થયો હતો. બીજા જોનમાં સોમનાથથી ત્રીજા ઝોનમાં અટારી બોર્ડરથી અને ચોથા ઝોનમાં ક્ધયાકુમારીથી યાત્રા નીકળશે. 5 ઓકટોબર શિક્ષક દિને રામ લીલા દિલ્હી ખાતે પહોંચશે જેમાં દેશભરના શિક્ષકો, કર્મીઓ, મંડળો, તથા બેલ્જીયમ- કેનેડા- ઓસ્ટ્રેલીયા સહિતના પ્રતિનિધિઓ પણ દિલ્હી ખાતે આંદોલનમાં જોડાઈ જુની પેન્શન યોજનાની માંગ કરશે.