એમ. જે. સ્વામિનારાયણ હઈસ્કૂલ પ્રભાસ પાટણ ખાતે ચઉઈ -2 કક્ષાએ ગણિત વિજ્ઞાન પ્રદર્શન (બાળ વૈજ્ઞાનિક)-2023 કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં સ્વામી રામસ્વરૂપદાસજી તથા નરેશભાઈ ગુંદરણીયાના હસ્તે રીબીન કાપી, દીપ પ્રાગટય કરી વિજ્ઞાન મેળાને ખુલ્લો મુકવામાં આવેલ.ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં ક્યુ.ડી.સી. ની 8 શાળાઓએ ભાગ લીધો હતો.અલગ- અલગ 5 વિભાગોમાં કુલ 16 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. કૃતિઓ સાથે જે તે શાળાના બાળ વૈજ્ઞાનિકો અને તેમના માર્ગદર્શક શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા. દરેક વિભાગમાં પ્રથમ ક્રમાંકે આવેલ શાળાઓને શિલ્ડ એનાયત કરવામાં આવેલ.આ સાથે પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ શાળાઓને અને બાળ વૈજ્ઞાનિકોને પ્રમાણપત્ર આપવામાં આવેલ. આ કાર્યક્રમમાં એસવીએસ ક્ધવીનર કાલવાત, ડો. લાખાણી હાજર રહેલ તેમજ ઝાલા તથા અમીન સાહેબ આ પ્રદર્શનમાં નિર્ણાયક તરીકે સંતોષકારક કામગીરી બજાવેલ છે. પ્રદર્શનને આજુ બાજુની શાળાઓના અંદાજિત 600 જેટલા વિદ્યાર્થીઓએ આ પ્રદર્શન ને નિહાળેલ છે. (તસ્વીર : દેવાભાઈ રાઠોડ-પ્રભાસ પાટણ)