ગીર સોમનાર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં હોેદ્દેદારોની વરણી

18 September 2023 01:55 PM
Veraval
  • ગીર સોમનાર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં હોેદ્દેદારોની વરણી

વેરાવળ, તા.18 : રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના હોદેદારોની હાજરીમાં ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી બેઠક મળી હતી. જેમાં નવા હોદેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. વેરાવળમાં ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી બેઠક ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં કારોબારી બેઠકના એજન્ડા મુજબ સંઘના નવા પ્રમુખ, મહામંત્રી અને સિનિયર ઉપપ્રમુખની નિમણુંક કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

જેમાં ગીર સોમનાથ પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે અનિલભાઈ પંપાણીયા, મહામંત્રી તરીકે કિરીટભાઈ ઝાલા અને સિનિયર ઉપપ્રમુખ તરીકે દિપકભાઈ સોલંકીની સર્વાનુમતે વરણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઇ પટાટ, પ્રાથમિક શિક્ષક સંઘના હરિભાઈ વાળા, બિપીનભાઇ સોલંકી, ભીખાભાઈ બાકુ સહિત જિલ્લાના અન્ય તાલુકાના પ્રમુખ, મહામંત્રી અને હોદેદારો હાજર રહ્યા હતા. આ નવા વરાયેલા હોદેદારોના તમામ સભ્યોએ હારતોરા કરાવી આવકાર્યા હતા. આ તકે નવા હોદેદારોએ પણ જિલ્લા સંઘ શિક્ષકોના પ્રશ્નોને લઈ તમામને સાથે લઈ નિરાકરણ લાવવાની સાથે ઉત્કર્ષની કામગીરી કરશે.


Advertisement
Advertisement
Advertisement