વડાપ્રધાનના જન્મદિન નિમિતે ગીરસોમનાથમાં યોગ શિબિર યોજાઈ

18 September 2023 01:56 PM
Veraval
  • વડાપ્રધાનના જન્મદિન નિમિતે ગીરસોમનાથમાં યોગ શિબિર યોજાઈ

વેરાવળ: આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રણેતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના 73માં જન્મદિવસ નિમિત્તે સમગ્ર રાજ્યમાં દ્વિ દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ હતુ. જેના ભાગરૂપે ગીર-સોમનાથમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા ભારત વિકાસ પરિષદના સહયોગ દ્વારા બીજા દિવસે પણ વિશાળ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા નિર્મિત, ભારત વિકાસ પરિષદ સંચાલિત સ્વ. દયાશંકર ઓઝા કોમ્યુનિટી હોલ, વેરાવળ ખાતે યોજાયેલ શિબિરમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, રાજ્યના 73 સ્થાનો પર 73,000 યોગ સાધકો દ્વારા 7,30,000 સુર્ય નમસ્કારની વડાપ્રધાન ને યોગમય ભેટ આપવામાં આવી હતી. (તસ્વીર મીલન ઠકરાર વેરાવળ )


Advertisement
Advertisement
Advertisement