બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી દ્વારા જનસંઘના આગેવાન રાજકોટ નાગરિક બેંકના સ્થાપક અરવિંદભાઈ મણિયારની 39 મી પુણ્યતિથિ નિમિત્તે મંડળી દ્વારા બગસરા ની આઠ સરકારી શાળાના દત્તક લીધેલા બાળકોને દર વર્ષની જેમ આ વર્ષે પણ વર્ષ દરમિયાનની જરૂરી શૈક્ષણિક કીટ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયેલ જેમાં મંડળીના જનરલ એમડી નિતેશ ડોડીયા ડિરેક્ટર મહેશભાઈ વ્યાસ વીણાબેન સરવૈયા સુરેશભાઈ પાઘડાળ એડવાઈઝરી બોર્ડ મેમ્બર રામજીભાઈ અમરેલીયા વિનુભાઈ ભરખડા શાખાના આચાર્યશ્રીઓ સ્ટાફગણ સહિતની હાજરીમાં કીટ અર્પણ નો કાર્યક્રમ યોજાયેલ અને અરવિંદભાઈ મણિયારની પ્રવૃત્તિને યાદ કરીને બાળકો સાથે ક્વિઝ કોમ્પિટિશન યોજી રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવેલ તેમ જનરલ મેનેજર ડીજી મહેતાની યાદી જણાવે છે. (તસવીર સમીર વિરાણી)