(મિલાપ રૂપારેલ) અમરેલી, તા.18 : ધારી તાલુકાનાં નાગ્રધા ગામેરહેતા ચંદુભાઈ દેસાભાઈ દાફડા નામનાં 40 વર્ષિય યુવક ગયા વર્ષે શીંગ કાઢવાનાં થ્રેસરમાં હાથ આવી ગયેલ હોય. જેથી જમણા હાથની ત્રણ આંગળીઓ કપાઈ ગયેલ હોય અને પોતાની ઉપર ઘર ચલાવવાની જવાબદારી હોય ત્રણ આંગણી કપાઈ જવાથી છેલ્લા 1 વર્ષથી માનસિક સંતુલન ખોઈ બેઠેલા હોય તેમણે તા.15નાં રોજ બપોરનાં સમયે ધારી તાલુકાનાં વીરપુર ગામની સીમમાં પોતાની મેળે ઝેરી પાઉડર પી જતાં તેમનું મોત નિપજયું હતું.
રૂદ્રાક્ષની ચોરી | બાબરાનાં દેવળીયા ગામે રહેતા હીમાનીબેન ચીમનભાઈ ગાજીપરા નામની ર3 વર્ષિય યુવતી તથા તેમનો પરિવાર તા. 14નાં રોજ સાંજે બાબરા ગામે ભાદરવી અમાસનાં મેળામાં આવેલ હતા. તે દરમિયાન તેણીનાં ભાભીની 3 વર્ષની દીકરીનાં ગળામાં કાળા દરોમાં સોનાથી મઢેલ રૂદ્રાક્ષનો પારો કિંમત રૂા. 4 હજારનો કોઈ બે અજાણી મહિલાઓએ નજર ચુકવી ગળામાંથી જૂંટવી ચોરી કરી લઈ ગયાની ફરિયાદ બાબરા પોલીસમાં નોંધાઈ છે.