(મિલાપ રૂપારેલ) અમરેલી, તા.18 : અમરેલીના બહારપરા વિસ્તારમાં રહેતા આરોપીઓ અસગર ઇકબાલભાઇ મહિડા, આદિલ રહીમભાઇ પડાયાએ સરકારની જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ વિતરણ કરવામાં આવતા ઘઉં, ચોખા જેવી આવશ્યક ચીજવસ્તુ ઘઉં 240 કિલો કિંમત રૂપિયા 3120 તથા ચોખા 1680 કિલો કિંમત રૂપિયા 21000નો આવશ્યક ચીજવસ્તુનો જથ્થો સાથે વાહન નં. જી.જે.-14 ઝેડ 0916માં અનઅધિકૃત ઘઉં-ચોખા જોખવા માટે ઉપયોગમાં લીધેલ વજન કાંટો નંગ-01 કિંમત રૂા. 1500 મળી કુલ રૂપિયા 1,75,620ના મુદ્દામાલ સાથે ગત તા.20/11/22 ના મળી આવેલ હોય, આ આવશ્યકચીજવસ્તુનો જથ્થો ગેરકાયદેસર રીતે મેળવી સંગ્રહ કરી, તેને ખુલ્લા બજારમાં વધુ નફો મેળવવા વિતરણ કરીને આર્થિક લાભ મેળવવા એકબીજાએ મદદગારી કરી ગુન્હો કર્યા અંગેની ફરિયાદ સાવરકુંડલાના મામલતદાર પ્રદિપસિંહ ભગવાનસિંહ ગોહિલે વંડા પોલીસમાં નોંધાવી છે.
આ બનાવની હકીકત એવી છે કે, કલેકટરના હુકમ આધારે ગત તા.20/11/22 ના રોજ બપોરના સમયે સાવરકુંડલા તાલુકાના પીયાવા ગામે અનઅધિકૃત રીતે ઘઉં, ચોખાનો જથ્થો ખરીદ વેચાણ કરતા હોવા મામલતદાર કચેરીની ટીમ ઘ્વારા જેમા જે.ડી. સોલંકી નાયબ મામલતદાર (પુરવઠા) સાવરકુંડલા તથા એચ.બી. જાજડા રેવન્યુ તલાટી સાવરકુંડલા એ રીતેના વંડા પોલીસ સ્ટેશન ખાતે જતા પંચોને સાથે રાખી વંડા પોલીસ સ્ટેશનમાં રહેલ વાહનની તપાસણી કરતા વાહન નં. જી.જે.-14 ઝેડ 0916 પડેલ હોય અને જે વાહનમાં ઘઉં તથા ચોખાનો જથ્થો ભરેલ છે. જેના વાહન ડ્રાઇવર અસગર ઇકબાલભાઇ મહિડા તથા તેની સાથે રહેલ આદિલ રહીમભાઇ પડાયા રહે. બંને અમરેલીવાળાઓની પુછપરછ કરતા વાહનમાં રહેલ
અધિકૃત ઘઉં, ચોખાના જથ્થાની ખરાઇ કરતા બંને ઇસમોએ જથ્થા બાબતે સંતોષકારક આધાર પુરાવા રજુ ન કરતા સદરહું વાહનમાં રહેલ જથ્થો જેમાં ઘઉં 240 કી.ગ્રા. કિંમત 3.3120 તથા ચોખા 1680 કિ.ગ્રા. કિંમત રૂા.21000 વાહન નં.જી.જે.-14 ઝેડ 0916 કિંમત રૂા. 1,50,000 તથા વજન કાંટો નંગ-1 કિંમત રૂા. 1500 મળી કુલ કિંમત રૂા. 1,75,620/- (એક લાખ પંચોતેર હજાર છસો વીસ પુરા) નો જથ્થો મજકુર ઇસમોની માલિકીમાંથી પંચો રૂબરૂ મુદ્દામાલ સીઝ કરી સરકારી ગોડાઉન ખાતે રાખેલ હતો. જેથી આવશ્યક ચીજવસ્તુનો જથ્થો ગેરકાયદેસર રીતે મેળવી સંગ્રહ કરી, તેને ખુલ્લા બજારમાં વધુ નફો મેળવવા વિતરણ કરીને આર્થિક લાભ મેળવવા એકબીજાએ મદદગારી કરી ગુન્હો કર્યા અંગેની ફરિયાદ સાવરકુંડલાના મામલતદાર પ્રદિપસિંહ ભગવાનસિંહ ગોહિલે વંડા પોલીસમાં નોંધાવી છે.