દેશભરનાં શિક્ષકોને જૂની પેન્શનસ્કિમનો લાભ આપવાની યાત્રા સાથે ‘ભારત યાત્રા’નો સોમનાથથી પ્રારંભ

18 September 2023 02:02 PM
Veraval
  • દેશભરનાં શિક્ષકોને જૂની પેન્શનસ્કિમનો લાભ આપવાની યાત્રા સાથે ‘ભારત યાત્રા’નો સોમનાથથી પ્રારંભ

વેરાવળ,તા.18 : સોમનાથ મહાદેવના સાનિધ્યમાંથી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ જુની પેન્શન સ્કીમનો દેશભરના શિક્ષકોને લાભ આપવાની માંગ સાથે "ભારત યાત્રા" નો પ્રારંભ થયો છે. આ યાત્રામાં ગુજરાત સંઘના હોદેદારો ઉપરાંત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં શિક્ષકો જોડાઈને પેન્શનની માંગને બુલંદ કરી હતી. સોમનાથ સાનિધ્યે પાર્ટી પ્લોટમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનું સંમેલન મળ્યુ હતુ. જેમાં સંઘના હોદેદારોએ પેન્શનનો લાભ આપવાની માંગ સાથે રાષ્ટ્રીય કક્ષાએથી દેશના ચાર સ્થળો પંજાબ, ગોવાહટી, કર્ણાટક અને ગુજરાતના સોમનાથથી "ભારત યાત્રા" કાઢવાનું આયોજન કર્યુ હતુ.

જે મુજબ ગત દિવસોમાં ઉપરોકત ત્રણ સ્થળોએથી યાત્રાનો પ્રારંભ થઇ ચુક્યો છે અને આજે સોમનાથ મહાદેવના આશીર્વાદ સાથે ચોથી યાત્રાનો પ્રારંભ થનાર છે. આ યાત્રા દેશભરના સરકારી કર્મચારીઓની માંગ મુજબ જૂની પેન્શન યોજનાનો લાભ મળે તે માટે સરકારને જગાડવાનો છે. આપણે સંગઠીત હશું તો જ માંગણી પુરી થશે અન્યથા લાભ મળશે નહીં. જેથી આ યાત્રા અને સરકાર સામેની લડાઈમાં વધુમાં વધુ શિક્ષકો સાથે રહીને જોડાઈ તેવી અપીલ કરી હતી. આ યાત્રાના પ્રારંભ સાથે સંમેલનની તમામ તૈયારીઓ ગીર સોમનાથ પ્રાથમિક શિક્ષક સંઘના અનિલભાઈ પંપાણીયા, બિપીન સોલંકી, કિરીટ ઝાલા, દિલીપ સોલંકીની ટીમે જહેમત ઉઠાવી હતી. આ તકે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવેલ કે,

આજની ચોથી ભારત યાત્રા અખિલ ભારત પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ કાઢવામાં આવી રહી છે. આ શરૂ થયેલ આ યાત્રા ગુજરાતના 18 જિલ્લાઓમાં ફર્યા બાદ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને હરીયાણા થઈ તા.5 ઓક્ટો. ના રોજ દિલ્હી પહોંચશે. જ્યાં સભા યોજી સરકાર સમક્ષ સંઘની જૂની પેન્શન યોજનાનો લાભ શિક્ષકોને અપાવવાની માંગણીનો અવાજ બુલંદ કરાશે. આ યાત્રામાં બે મુખ્ય મોટર કાર રહેશે અને જે તે જિલ્લામાં યાત્રા પહોચશે ત્યાંના સ્થાનીક સંઘના સભ્યો મોટર સાયકલ અને મોટર કાર સાથે જોડાશે. અગાઉ સરકારે જુની પેન્શન યોજનાને લઈ મૌખિક ખાત્રી આપેલ જેને એક વર્ષ વિતી ગયો હોવા છતાં આજદીન સુધી પરિપત્ર બહાર પાડયો ન હોય જેને લઈ શિક્ષકોમાં ઘેરી નારાજગી પ્રવર્તી છે.


Advertisement
Advertisement
Advertisement