ચુંટણી પંચમાં સુધારા ખરડો પાછો ખેંચતી સરકાર: જબરી પીછેહઠ

18 September 2023 02:30 PM
Government India Politics
  • ચુંટણી પંચમાં સુધારા ખરડો પાછો ખેંચતી સરકાર: જબરી પીછેહઠ

નવથી વધુ પુર્વ ચુંટણી કમિશ્નરોએ સરકારને પત્ર લખ્યો હતો

નવી દિલ્હી,તા.18
દેશનાં મુખ્ય ચુંટણી કમિશ્નર અને ચૂંટણી કમિશ્નરની નિયુક્તિની પેનલમાંથી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિને દુર કરવા અને કેબીનેટ સચીવ સહિત બે અધિકારીઓ તેમજ વડાપ્રધાન, વિપક્ષના નેતા અને અન્ય સભ્યો સહીત પાંચની કમીટી બનાવવાના સુધારા ખરડાને સરકારે હવે આ સત્રમાં રજુ નહી કરવા નિર્ણય લીધો છે.

તેના પર સૌથી વધુ વિવાદ થવાનો હતો તે ખરડામાં સરકાર પર પસ્તાળ પડવાની ધારણા હતી. ટોચના સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ આ ખરડામાં ચુંટણી કમિશ્નરનો દરજજો પણ ઘટાડીને કેબીનેટ સેક્રેટરી સમકક્ષ કરવાની જોગવાઈ હતી.

પરંતુ હાલમાં જ નવ જેટલા પુર્વ ચુંટણી કમિશ્નરોએ આ અંગે સરકારને વિરોધ કરતો પત્ર લખતા જ સરકારે હવે વર્તમાન ખરડો પાછો ખેંચી લેવા અને તેને નવેસરથી રજુ કરવા નિર્ણય લીધો છે.


Related News

Advertisement
Advertisement
Advertisement