ગુજરાતમાં ભારે વરસાદનાં કારણે 12 ટ્રેનો પ્રભાવીત: 7 ટ્રેનો રદ

18 September 2023 02:42 PM
Rajkot Gujarat
  • ગુજરાતમાં ભારે વરસાદનાં કારણે 12 ટ્રેનો પ્રભાવીત: 7 ટ્રેનો રદ

દાહોદના અમરગઢ પાસે લેન્ડ સ્લાઈડ; વડોદરાના અંકલેશ્વર-ભરૂચ સ્ટેશનોનો ટ્રેક પાણીમાં ગરકાવ; ગોધરા-રતલામ સેકશનમાં પણ એક તરફનો ટ્રેક બંધ; રાજકોટ-ભાવનગર ડિવિઝનોની ટ્રેનો અસર પડતા મુસાફરો રઝળ્યા

રાજકોટ,તા.18
ગુજરાત લાંબા સમય બાદ ભારે વરસાદના કારણે ગુજરાત સૌરાષ્ટ્રની રેલવે સેવા પ્રભાવીત થઈ છે જેમાં ભાવનગર-રાજકોટ ડિવિઝનની ટ્રેનોને અસર પડતા મુસાફરો રઝળ્યા હતા.

ગુજરાતમાં ભારે વરસાદના કારણે દાહોદના અમરગઢ પાસે લેન્ડ સ્લાઈડ થતા 11 સુપર ફાસ્ટ ટ્રેનો ડાયવર્ટ થઈ હતી. 9 જેટલી ટ્રેનો રદ અને 4 જેટલી ટ્રેન શોર્ટ ટર્મીનેટ થઈ છે. ભારે વરસાદથી રેલવે ટ્રેકનું પેરામીટર બગડયું છે.

ગોધરા-રતલામ સેકશનમાં એક તરફનો ટ્રેક બંધ થયો હતો. જયારે વડોદરા રેલવે ડિવિઝનમાં ભરૂચ-અંકલેશ્ર્વર સેકશનમાં પાણી ભરાતા ટ્રેન નં.12931 મુંબઈ-સેન્ટ્રલ અમદાવાદ ડબલ ડેકર એકસપ્રેસ ટ્રેન પ્રભાવીત થઈ હતી.

રાજકોટ ડિવિઝનની વેરાવળ-જબલપુર ડાયવર્ટ કરવામાં આવી છે. અમદાવાદ ડિવિઝનની 12 ટ્રેનો પ્રભાવીત થઈ છે.

નીચે મુજબની ટ્રેનો સંપૂર્ણ પણે રદ્દ થઈ હતી.....
► ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ
► ટ્રેન નંબર 20901 મુંબઈ સેન્ટ્રલ ગાંધીનગર વંદેભારત એક્સપ્રેસ
► ટ્રેન નંબર 20902 ગાંધીનગર મુંબઈ સેન્ટ્રલ વંદેભારત એક્સપ્રેસ
► ટ્રેન નંબર 12009 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ
► ટ્રેન નંબર 12010 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ
► ટ્રેન નંબર 19015 દાદર પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ
► ટ્રેન નંબર 12934 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ કર્ણાવતી એક્સપ્રેસ
► ટ્રેન નંબર 12932 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકર એક્સપ્રેસ
► ટ્રેન નંબર 82902 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ
► ટ્રેન નંબર 22954 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ગુજરાત એક્સપ્રેસ
► ટ્રેન નંબર 12933 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ
► ટ્રેન નંબર 82901 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ તેજસ એક્સપ્રેસ


Related News

Advertisement
Advertisement
Advertisement